દાઝેલા મોઢાની સાથે કંઇ પણ વસ્તુ ખાવા-પીવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. આમા તમે ઘરેલુ ઉપાયની મદદથી મોઢાના છાલા દૂર કરી શકો છો.
જો તમારી જીભ દાઝી ગઇ છે તો, જીભમાં છાલા પડી જાય છે. આમા તમે દાઝેલા ભાગ ઉપર થોડો સમય તાજા એલોવેરા જેલ લગાવી શકો છો. થોડા સમય પછી કોગળા કરી લો.
દાઝેલી જીભ માટે દહીં એક સારો ઓપ્શન છે. તમે જીભના દાઝેલા ભાગ ઉપર તાજા દહીંનો લેપ લગાવી શકો છો. આનાથી તમને જલદી રાહત મળશે.
જીભના છાલા પર મધનું સેવન ખૂબ સારો વિકલ્પ છે. મધમાં એન્ટિઇન્ફ્લેમેટરી ગુણ રહેલા હોય છે, જે બળતરા, સોજા વગેરે ઘટાડે છે.
દાઝેલી જીભને જલદી ઠંડક આપવા માટે આઇસક્રીમનું સેવન કરી શકો છો. તમે બરફના ટૂકડાને જીભના દાઝેલા ભાગ ઉપર રાખી શકો છો.
દાઝેલી જીભમાં રાહત મેળવવા માટે તુલસી બેસ્ટ ઓપ્શન છે. આમાં એનાલ્જેસિક જેવા ઘણા ગુણ રહેલા હોય છે. આ દાઝેલી જીભ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.