ઘરમાં વંદાઓ, મચ્છર, માખીઓ, ઉંદરડાઓ અને ગરોળી જેવા કેટલાય જીવજંતુઓ ઘરમાં છુપાયેલા રહે છે. જેના વિશે આપણને જાણ થતા જ તેને તાત્કાલિક દૂર કરવા માટે તેના ઉપાયો શોધવા લાગીયે છીએ.
ઉધઈ ઘરના લાકડાના દરવાજા, બારીઓ અને ફર્નિચરમાં વારંવાર જોવા મળે છે. નાની દેખાતી આ ઉધઈ મજબૂત ફર્નિચરને પણ ખરાબ કરવાની તાકાત ધરાવે છે.
ઉધઈ ખાસ કરીને લાકડાની વસ્તુઓમાં જ જોવા મળે છે. પરંતુ ભેજને કારણે તે દિવાલોમાં પણ વસવાટ કરીને તેને અંદરથી કોતરી નાખે છે.
આમ તો તે વર્ષની કોઈપણ ઋતુમાં જોવા મળે છે પરંતુ તેનો વધારે પ્રકોપ વરસાદની ઋતુમાં જોવા મળે છે.
તેથી સૌથી સારો વિકલ્પ અને સરળતાથી ઉપલબ્ધ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરવો. ઘણા ઘરગથ્થુ ઉપચારોથી ઉધઈને કાયમી માટે છુટકારો મેળવી શકાય છે, ચાલો જાણીએ.
એવું કહેવાય છે કે ઉધઈ કોઈપણ કડવી ગંધથી દૂર ભાગે છે. તેથી જ જ્યાં ઉધઈનો ઉપદ્રવ થયો હોય ત્યાં કારેલાના રસનો છંટકાવ કરવો.
મીઠામાં આવા અનેક ગુણ હોય છે જે ઉધઈને દૂર કરે છે. આ માટે ઉધઈની દિવાલો પર મીઠું છાંટી દો. જેમ જેમ તેના પર મીઠું ફેલાતું જશે તેમ તેમ ઉધઈ મરતી જશે.
લીમડાના તેલના ઘણા બધા ફાયદા છે. લીમડાનું તેલ ઘણા જીવ જંતુઓ, ઉધઈ અને બેડબગ માટે ઝેરી છે. આ કુદરતી નાશકનો ઉપયોગ કરવા માટે ઉધઈ અસરગ્રસ્ત વિસ્તારને લીમડાના તેલથી એવી રીતે ઢાંકી દો કે ઉધઈને તેને ખાવા માટે પ્રોત્સાહિત થઇ જાય નહિંતર આ પ્રયોગ કામ નહિ કરે.
બોરિક એસિડ અથવા બોરેક્સનો ઉપયોગ ઉધઈની સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે કરી શકાય છે. બોરિક એસિડ જંતુઓ પર ખૂબ પ્રતિકૂળ પ્રતિક્રિયા ધરાવે છે.
ઉધઈને મારવા માટે ફક્ત પાણી અથવા લીંબુના રસમાં વિનેગરને મિક્સ કરીને છુપાયેલા તમામ સ્થળો પર તે મિશ્રણનો છંટકાવ કરો. ખાતરી કરવા માટે 2 દિવસ પછી ફરીથી આ ઉપાય કરો.
ઉધઈથી છુટકારો મેળવવા માટે તમે પણ આ ઘરગથ્થુ ઉપાયો અજમાવી જુઓ, માહિતી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ વિગતો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.