કાર્ડબોર્ડ ઉધઈનો ખોરાક છે તેથી જ્યાં ઉધઈ હોય ત્યાં કાર્ડબોર્ડને ભીનું કરીને રાખો.ઉધઈ કાર્ડબોર્ડ પર ભેગા થાય એટલે આ કાર્ડબોર્ડ ઉપાડીને ફેંકી દો.
લીમડાનું તેલ ઉધઈને પણ મારી નાખે છે. જ્યાં ઉધઈ હોય ત્યાં કોટનની મદદથી લીમડાનું તેલ લગાવો. થોડા દિવસોમાં ઉધઈ દૂર થઈ જશે.
અડધા કપ વિનેગરમાં બે લીંબુનો રસ મિક્સ કરો. હવે આ દ્રાવણને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે આ પાણીને ઉધઈથી અસરગ્રસ્ત વિસ્તાર પર છાંટો. ઉધઈ ભાગી જશે.
એક કપ પાણી ગરમ કરો અને તેમાં એક કપ મીઠું નાખો. હવે આ સોલ્યુશનને સિરીંજમાં ઇન્જેક્ટ કરો અને તેને ઉધઈથી અસરગ્રસ્ત જગ્યા પર ભરો. ઉધઈ નાશી જશે.
ઉધઈગ્રસ્ત જગ્યામાં લાલ મરચું પાવડર નાખવાથી પણ ઉધઈ મરી જાય છે.
ઉધઈને દૂર કરવાનો સૌથી સરળ ઉકેલ છે,ઉધઈથી ઉપડેલી વસ્તુને તડકામાં રાખવી. 4 કલાક તડકામાં રાખવાથી ઉધઈ દૂર થાય છે.
ટિપ્સ અને ટ્રિક ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.