ચોમાસામાં ગળાના દુખાવા માટે અજમાવો આ ઘરેલું ઉપચાર


By Smith Taral30, Jul 2024 06:20 PMgujaratijagran.com

ચોમાસામાં વાતારણમાં ફેરફાર અને ભેજના લીધે સ્વાસ્થ્ય પર અસર પડે છે. આમા ગળામાં દુખાવો જેવી સમસ્યા પણ જોવા મળે છે. આના નિવારણ માટે તમે કેટલાક ઘરેલું ઉપચાર કરી શકો છો

મીઠા પાણીના કોગળા

એક ગ્લાસ પાણીમાં એક ચમચી મીઠું નાખી તે પાણીના કોગળા કરો. આનાથી ગળાના દુખાવામાં રાહત મળે છે એને સોજો પણ ઓછો થાય છે.

આદુ અને મધની ચા

આદુ અને મધની ચા પીવાથી બેક્ટેરીયાનો નાશ થાય છે અને ગળાનો દુખાવો ઓછો કરી શકાય છે. પાણીમા આદુના ટુકડા અને મધ ઉમેરી હેલ્ધી ચા બનાવીને પીવો

હળદરવાળું દુધ

હળદરવાળું દુધ એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, આને તમે ગળાના દુખાવામાં પણ પી શકો છો. રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દુધમા હળદર ઉમેરીને પીવાથી ગળાની તકલીફમાં રાહત મળે છે

વરાળ લો

વરાળ લેવાથી પણ ગળાના દુખાવામાં રાહત મેળવી શકાય છે. એક વાસણમા પાણી લઈ તેમા નીલગીરીના તેલના ટીંપા ઉમેરી તેની વરાળ લેવાથી ગળાનો માર્ગ સાફ થાય છે અને તમને આરામ મળે છે

લીંબુ અને મધ

લીંબું અને મધના મીશ્રણ પીવાથી ગળાના દુખાવામા રાહત મળી શકે છે. ગરમ પાણીમાં લીંબુ અને મધ મીક્સ કરી તેનુ સેવન કરો

ફૂદીનાની ચા

ફૂદીનાની ચા પણ ગળાના સોજામાં આરામ આપવા માટે ફાયદાકારક છે. આ માટે ગરમ પાણીમાં ફૂદીનાના પાન ઉકાળી તેનું સેવન કરો

લસણ

લસણમાં એન્ટી બેક્ટેરીયલ ગુણો રહેલા હોય છે જે ગળામા ઈન્ફેકશન ફેલાતા બેક્ટેરીયા સામે લડીને દુખાવામાં રાહત આપે છે અને ઝડપથી મટાડે છે

આ ઉપાયો કરવાથી ચહેરા પરની કાળાશ દૂર કરી શકાય છે