શિયાળાની ઋતુ શરુ થતા જ ચામડીની સમસ્યાઓ થવા લાગે છે. ડ્રાઈનેસ પણ એક એવી સમસ્યા છે જે શિયાળાની ઋતુમા લોકોમા વધુ જોવા મળે છે.
ચહેરાના સૂકાપણાને દૂર કરવા તમે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવી શકો છો. આ ઘરેલુ ઉપાયો અસરકારક તો હોય છે અને તેની ખરાબ અસર પણ થતી નથી.
ઠંડીમા ચહેરા પર સૂકાપણુ આવે છે તો તમે રાતે સૂતા સમયે ગુલાબ જળ લગાવી શકો છો અને સવારે ઉઠતા જ તેને ધાઈ નાખો.
ચહેરા માટે વિટામિન ઈ કેપ્સુલ ખૂબ જ ફાયદાકારક છે. ચહેરાના સૂકાપણાને કરવા માટે તમે વિટામિન ઈની કેપ્સુલને ચહેરા પર લગાવી શકો છો.
ઠંડીમા ચહેરાના સૂકાપણાને દૂર કરવા માટે નાળિયેર તેલથી ચહેરા પર માલિસ કરો ત્યારબાદ 10-15 મિનીટ પછી ચહેરાને પાણી વડે ધોઈ નાખો.
ઠંડીમા ચહેરાના સૂકાપણાને દૂર કરવા માટે દહીં અને ખાંડના મિશ્રણને તમે ચહેરા પર લગાવી શકો છો. તેનાથી ડેડ સ્કિન સેલ્સને દૂર કરવામા મદદ મળે છે.
ચહેરાના સૂકાપણાને દૂર કરવા માટે તમે એલોવેરા પણ લગાવી શકો છો. એલોવેરા લગાવવાથી તમે ચહેરા પરના સૂકાપણાને દૂર કરી શકો છો.