પ્રોટીન, મિનરલ્સ અને વિટામિનથી ભરપુર ઈંડા વાળના ગ્રોથ માટે બેસ્ટ મનાય છે. જેને લગાવવાથી તે મૂળથી મજબૂત બને છે અને હેરફૉલ ઓછા થાય છે.
સૌ પ્રથમ 1 મેશ કરેલ કેળુ લો. જેમાં કાચુ ઈંડુ મિક્સ કરો. જેને વાળમાં લગાવો. પોટેશિયમ અને વિટામિન-બીથી ભરપુર થવાના કારણે તે વાળને મોઈશ્વરાઈઝ કરે છે.
એન્ટી ઈફ્લેમેન્ટરી, એન્ટી સેપ્ટિક અને મોઈશ્વરાઈઝ ગુણોથી ભરપુર એલોવેરા જેલ અને ઈંડા મિક્સ કરીને લગાવવાથી સ્કેલ્પ હેલ્ધી રહે છે.
વાળને ડ્રાયનેસથી છૂટકારો અપાવવા માટે તમે વાળમાં ઈંડા સીધા પણ લગાવી શકો છે.
ઈંડાની સાથે દહી મિક્સ કરીને લગાવવાથી વાળને મજબૂત અને ચમકદાર બનાવવામાં મદદ મળે છે. 2 ઈંડામાં 2-3 ચમચી દહી મિક્સ કરીને લગાવો.
વાળને ડેન્ડ્રફથી છૂટકારો અપાવવા માટે ગુણોથી ભરપુર લીંબુમાં ઈંડા મિક્સ કરીને લગાવી શકો છો.