કાળી ગરદન સાફ કરવાના ઘરેલું ઉપાયો


By Vanraj Dabhi12, Apr 2024 04:45 PMgujaratijagran.com

કાળી ગરદન

આપણે ચહેરાને ચમકાદાર બનાવવા પર વધુ ધ્યાન આપીએ છીએ પરંતુ લોકો ગળાની આસપાસના વિસ્તાર પર ધ્યાન આપતા નથી.જેના કારણે ગરદનના પાછળના ભાગમાં કાળાશ દેખાવા લાગે છે. આને દૂર કરવા માટે તમે કેટલીક પદ્ધતિઓ અપનાવી શકો છો.

દૂધ

કાચું દૂધ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.તે ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે.તે ગરદનમાંથી કાળાશ દૂર કરે છે.

કેવી રીતે લગાવવું

એક બાઉલમાં કાચું દૂધમાં રૂ પલાળીને ગરદન પર લગાવો.આ કાળી ગરદન ચમકાવી શકાય છે.

ચણાનો લોટ

ચણાનો લોટ તમારા ગળા પરની કાળાશ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.આ માટે ચણાના લોટમાં હળદર, લીંબુ અને દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો.

આ રીતે લગાવો

ચણાના લોટની આ પેસ્ટને ગરદન પર લગાવીને લગભગ 15 મિનિટ સુધી રાખો.જ્યારે તે સુકાઈ જાય પછી તેને હૂંફાળા પાણીથી સાફ કરો.

ખાવાનો સોડા

ખાવાના સોડાની મદદથી ગરદન પરની કાળાશ દૂર કરી શકાય છે.આ માટે બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો.

આ રીતે લગાવો

બેકિંગ સોડાની પેસ્ટ ગરદન પર લગાવીને થોડી વાર રાખો.આ પેસ્ટને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર લગાવો.

ટામેટા

ટામેટાને અડધા ભાગમાં કાપીને ગરદન પર લગાવીને 15 મિનિટ સુધી રાખો અને પછી તેને પાણીથી સાફ કરો.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઉનાળામાં કેરીમાંથી બનેલા આ 6 હેલ્ધી ડ્રિંક્સ ટ્રાય કરો