ઉનાળાની સિઝન સૌથી વધુ જેની આપણે રાહ જોતા હોઈએ તે છે કેરી. તેના સ્વાદ અને તેની લોકપ્રીયતાના લીધે કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. એટલુંજ નહી તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.આ સ્ટોરીમાં આપણે કેરીમાંથી બનેલા કેટલાક સમર ડ્રીન્ક વિશે જાણીશું
બ્લેન્ડરમાં કોલ્ડ કોફી, પાકેલી કેરીના ટુકડા અને દૂધ અને બરફ ઉમેરીને તમે મેગો આઈસ્ડ કોફી બનાવી લો, ગરમીના દિવસોમા આ પીને તમે ઠંડક મેળવી શકો છો.
ઠંડા પાણીમાં કાળું મીઠું, જીરું પાવડર, ચાટ મસાલો, કાળા મરી પાવડર અને લીંબુનો રસ ઉમેરી તેને બ્લેન્ડ કરી લો, તમારી શિકંજી તૈયાર છે
આ માટે કેરીને નાના ટુકડામાં કાપી મિક્સરમાં નાખીને પીસી લો. તેને પાતળું કરવા થોડું પાણી ઉમેરો અને વધું ટેસ્ટી બનાવવા લીંબુનો રસ અને ખાંડ મિક્સ કરો
પાકી કેરીનો પલ્પ, દહીં, ખાંડ અને એક ચપટી ઈલાયચી પાવડર નાખી તમે મેંગો લસ્સી બનાવી શકો છો. તેની ઉપર કેરીના નાના ટુકડાથી ગાર્નીશીંગ કરી શકો છો
આ માટે કેરીના રસમાં નારિયેળ પાણી, લીંબુનો રસ અને ચપટી મીઠું, બરફ મિક્સ કરો, આ ઉનાળામાં પીવામાં આવતું આરોગ્યપ્રદ પીણું છે
તેમાં પોટેશિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો ભરપૂર માત્રામાં હોય છે.
કેરીમાંથી બનાવેલા આ પીણા પીવાથી ઉનાળામાં ફાયદો થઈ શકે છે. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી વધુ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ