રસોડામાં કામ કરતી વખતે અથવા ઘરની સફાઈ કરતી વખતે આપણને વારંવાર વંદો હેરાન કરે છે. જો તમે પણ આ વંદાઓના આતંકથી પરેશાન છો તો ચાલો જાણીએ કેટલીક ટિપ્સ.
આ માટે તમે એક કપ પાણીમાં ખાંડ અને ખાવાન સોડા ઉમેરીને ઘરના ખૂણામાં મૂકો. ખાંડની સુગંધથી વંદા નજીક આવે છે જેથી તે આ કપમાં આવીને ચિપકાઈ જશે. ખાવાના સોડાથી વંદાઓ મરી જાય છે.
જો તમારા ઘરમાં ઈંડા હોય તો તેના ઈંડાની છાલ એવી જગ્યાએ રાખો જ્યાં વધુ વંદો હોય. જેના કારણે વંદાઓ ડરી જાય છે અને ભાગી જાય છે.
ઘરમાંથી વંદા દૂર કરવા માટે જ્યાં વધારે વંદાઓ આવતો હોય ત્યાં રેડ વાઇન છંટકાવ કરવો જોઈએ. જેથી વંદો દૂર ભાગે છે.
આ માટે સૌપ્રથમ તેજપત્રનો પાવડર બનાવી તેને એવી જગ્યાએ મૂકો જ્યાં વંદો આવે છે. તેની સુગંધ વંદો દૂર ભાગે છે.
જો તમે ઘરમાં આવતા વંદાઓમાંથી પરેશાન થઈ ગયા છો તો તમારા ઘરમાં જ્યાં વધારે વંદાઓ આવે છે ત્યાં લવિંગ મૂકવાથી તે ભાગી જાય છે. જોકે તેને રોજ બદલવું પડે છે.
ઘરમાં કેરોસિન છાંટવાથી વંદા ઘરમાં આવતા નથી કારણે કે, તેમને આ પ્રકારની સુગંદથી ડર લાગે છે.
આ માટે લોટમાં બોરિક પાવડર ભેળવો અને તેની નાની ગોળીઓ બનાવો. આ ગોળીઓને તે જગ્યાએ મૂકો જ્યાં વંદો આવે છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.