મોંઢાની દુર્ગંધ દૂર કરો આ ઘરેલું ઉપચાર અપનાવો


By Smith Taral25, Jan 2024 06:35 PMgujaratijagran.com

ઘણીવાર આપણા મોઢા માંથી દુર્ગંધ આવતી હોય છે, અને આપણે તેનાથી અજાણ હોઈએ. આનાથી ક્યારેક ઘણા લોકો અસહેજ પણ મહસુસ કરે છે. આની કાળજી રાખવી પણ બવ અઘરી નથી, તમે ઘરે જ કેટલાક ઉપાયો અજમાવીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકો છો. તો ચાલો જાણીએ કયા છે એ ઘરેલું ઉપાયો.

ઓઈલ પુલીંગનો ચમત્કાર

નારીયેળ કે તલના તેલને 15 મિનીટ મોંઢામા જ રાખીને તેના કોગળા કરો, પછી તેને થુંકી દો. આ એક પ્રાચીન પધ્ધતી છે જે તમારા મોંઢામાં રહેલા બેક્ટેરીયાનો નાશ કરે છે, અને તેમાં તાજગી ભરે છે. આ કરવાથી તમારુ ઓરલ હાઈજીન પણ સારુ રહે છે.

લીંબુમાં છે તાજગી

લીંબુ તમારા PH લેવલને બેલેન્સ કરે છે. લીંબુને પાણીમાં મીક્સ કરીને અથવા નારંગીનો જ્યુસના કોગળા કરવાથી મોંઢાની દુર્ગંધ દૂર થાય છે.

ટી ટ્રી ઓઈલથી સાફ કરો

ટી ટ્રી ઓઈલમા એન્ટી બેક્ટેરીયલ ગુણો હોય છે, આનાથી માઉથવોશ કરવાથી મોંઢામા ફ્રેશનેસ આવે છે. ટી ટ્રીના કોગળા કરવાથી મોઢામાના બેક્ટેરીયાનો નાશ થાય છે, અને મોઢામા નેચરલ સુંગધ આવે છે.

એપલ સીડેર વિનેગર

પાણીમાં થોડું એપલ સીડેર વિનેગર ઉમેરીને કોગળા કરવાથી મોંઢાની દુર્ગંધ દૂર થાય છે. આ એક એસીડીક સોલ્યુશન છે, જેના વપરાશથી તમે રીફ્રેશ ફીલ કરશો

લંવિગ રહેશે બેસ્ટ

લંવિગમાં રહેલા એન્ટી બેક્ટેરીયલ ગુણોના લીધે તે ચાવવા માટે ઘણા સારા છે. આ તમારા મોંઢામાં તાજગી લાવે છે અને તમારા મોંઢાની સમસ્યાને પણ હળવી કરે છે.

વરિયાળી છે અતિઉત્તમ

તમે વરિયાળી ખાઈને સરળતાથી મોંઢામા તાજગી લાવી શકો છો. વરિયાળી મુખવાસ માટે તો બેસ્ટ છે પણ તે પાચન માટે પણ ઘણી સારી છે

જવનું પાણી હૃદયના દર્દીઓ માટે છે સારું