જવનું પાણી હૃદયના દર્દીઓ માટે છે સારું


By Smith Taral25, Jan 2024 06:06 PMgujaratijagran.com

જવનું પાણી હૃદયનો સાચો મિત્ર છે. રોજિંદા દિનચર્યામાં જવના પાણીનુ સેવન હૃદયના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. ચાલો જાણીએ વધુમાં

કોલેસ્ટરોલ કરે છે મેનેજ

જવનું પાણી કોલેસ્ટ્રોલનું સ્તર મેનેજ કરવામા મદદ કરે છે. આ સાથે તે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમમાં સુધારો કરીને હૃદય રોગની શક્યતાઓ ઘટાડે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે

જવના પાણીમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામા સહાયક બને છે, જે હૃદયને તંદુરસ્ત રાખે છે અને હાયપરટેન્શનને પણ અટકાવે છે.

એન્ટીઑકિસડન્ટથી ભરપૂર

જવના પાણીમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે ફ્રી રેડિકલ સામે લડે છે અને તમને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી પણ બચાવે છે જે હૃદયના સ્વાસ્થ્ય પર અસર કરતા પરિબળો છે.

You may also like

આ પાણી પીવાથી 15 દિવસમા વજન ઓછુ થશે

બ્લડ સુગર છે? પણ ગળ્યું ખાવું ગમે છે? તો ઘી સાથે ગોળ ખાવાના આ 6 સ્વાસ્થ્ય લાભ જા

વજનને નિયંત્રણમા રાખે છે

જવનાં પાણીમાં ફાઇબર હોય છે, જવનું પાણી હૃદય પરના દબાણને દૂર કરે છે અને કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય સુધારે છે.

ડિટોક્સિફિકેશન

જવનું પાણી નેચરલી શરીરને ડિટોક્સ કરે છે, શરીરના ટોક્સીક તત્વોને દૂર કરે છે. આ સાથે લીવરના સ્વાસ્થ્યને સારું કરે છે, જે પરીણામે હૃદયને ફંક્શન કરવામાં મદદ કરે છે.

હાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટમાં નિયંત્રણ

જવનું પાણી વ્યક્તિને હાઇડ્રેટેડ રાખે છે અને ઇલેક્ટ્રોલાઇટ લેવલને નિયંત્રીત કરવામાં મદદ કરે છે. આ સાથે, ડીહાઇડ્રેશનથી થતા કાર્ડિયોવેસ્ક્યુલર તણાવને પણ અટકાવે છે.

ઈન્ફાલામેશનને ઘટાડે છે

જવનું પાણીમાં એન્ટી ઈન્ફાલામેટરી ગુણો રહેલા હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે

સ્વાસ્થ્ય સંબધિત વઘારે જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

શું દૂધ અને મધને બ્રેકફાસ્ટમાં લઈ શકાય છે