Home Remedies Yellow Dental: દેશી જુગાડ વડે મિનિટોમાં ચમકાવો બત્રીસી


By Vanraj Dabhi26, Jan 2025 03:40 PMgujaratijagran.com

બત્રીસી

જો દાંતમાં હઠીલા પ્લેકને કારણે પીળાશ દૂર ન થતી હોય, તો આ ઘરેલું ઉપાય અજમાવો અને મિનિટોમાં તમારા દાંત ચમકવા લાગશે.

બેકિંગ સોડા

પીળા દાંતને ચમકાવવામાં બેકિંગ સોડા પ્લેક દૂર કરવાની સાથે મોંમાં pHને સંતુલિત કરીને દાંતને સફેદ કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે.

નારંગીની છાલ

નારંગીની છાલ પીળા દાંતને પણ દૂર કરે છે. નારંગીની છાલને સૂકવીને તેનો પાવડર બનાવીને આ પાવડર વડે તમારા દાંત સાફ કરશો તો, તમારા પીળા દાંત દૂધ જેવા સફેદ થઈ જશે અને મોંમાંથી દુર્ગંધ પણ નહીં આવે.

એપલ સીડર વિનેગર

એપલ સાઇડર વિનેગરમાં દાંતને સફેદ કરવાની ક્ષમતા હોય છે તે કુદરતી જંતુનાશક તરીકે કામ કરે છે. હવે એક ચમચી એપલ સાઇડર વિનેગરને 30 સેકન્ડથી એક મિનિટ સુધી તમારા મોંમાં નાખો. અઠવાડિયામાં બે કે ત્રણ વાર આ રીતે ઉપયોગ કરો.

જામફળ અને લીમડાના પાન

જામફળ અને લીમડાના પાન પીળા દાંતને સફેદ કરે છે અને મોઢાની ગંદકી પણ દૂર કરે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Hair Growth Tips: 7 દિવસમાં માથાની ટાલ પર વાળ ઉગાડવાની 100% ગેરેંટી, જાણો નુસખાઓ