છાતીમાં જમા થયેલ કફને દૂર કરવા માટેનાં અસરકારક ઘરેલુ ઉપાય


By Hariom Sharma06, Nov 2023 05:49 PMgujaratijagran.com

છાતીમાં કફ

છાતીમાં કફ જમા થવાથી તેજ ખાંસીનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે આ તકલીફ ઋતુઓમાં બદલાવ આવવાથી થતી હોય છે. ચલો જાણીએ છાતીમાં જમા થયેલ કફને દૂર કરવા માટેનાં કેટલાક અસરકારક ઘરેલુ ઉપાય વિશે.

વરાળ લો

છાતીમાં જમા થયેલ કફને દૂર કરવા તમે નવસેકા પાણીમાં ફુદીનાનું તેલ નાખી તેની વરાળ લઈ શકો છો. તેનાથી છાતીમાં ગરમી મળતા ધીરે ધીરે જમા થયેલ કફમાં રાહત મળે છે.

કોગળા કરો

જો છાતીમાં કફ જમા થઈ જાય તો તમે ઈલાજ રુપે કોગળા કરી શકો છો. તેનાથી ગળાનો સોજો દૂર થાય છે. આ ઉપરાંત છાતીમાં જમા થયેલ કફને નીકાળવામાં મદદ મળે છે.

લીંબૂ

લીંબૂના રસથી છાતીમાં જમા થયેલ કફને દૂર કરી શકાય છે. અળધી ચમચી લીંબૂ રસમાં એક ચમચી મધ નાખીને ખાવાથી કફમાં રાહત મળે છે. તેનાથી છાતીનાં સોજાથી પણ છૂટકારો પ્રાપ્ત થાય છે.

You may also like

આ 7 બીમારીઓ માટે મગફળીનું તેલ રામબાણ છે, ચાલો જાણીએ

ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા આ 6 ફળોનું નિયમિત સેવન કરો

કાવો પીવો

છાતીમાં કફ જમા થવાની સ્થિતમાં તમે આદુ, તુલસી , કડવા તથા લીમડાનાં પત્તાનો કાવો બનાવી તેનું સેવન કરી શકો છો. તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત કાવો પીવાથી શરદી, તાવ તથા ખાંસીમાં રાહત મળે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

સવારે વહેલું ઉઠવાથી શરીરને થાય છે આ 5 ફાયદા