સવારે વહેલું ઉઠવાથી શરીરને થાય છે આ 5 ફાયદા


By Hariom Sharma06, Nov 2023 03:35 PMgujaratijagran.com

વહેલું ઉઠવું

સવારે વહેલું ઉઠવું શરીર માટે ખૂબ જ લાભદાયી છે. સવારે વહેલું ઉઠવાથી શરીરમાં ઉર્જાવાન અનુભવ થાય છે. આ ઉપરાંત તણાવ પણ દૂર રહે છે. ચલો તેના ફાયદા વિશે જાણીએ.

વધારે સૂવાથી નુકસાન

વધારે સૂવાથી શરીરમાં મોટાપણું, આળસ અને હૃદય સંબધિત સમસ્ચાઓ થવાનું જોખમ રહે છે. લાંબા સમય સુધી સૂવાથી શરીરમાં અનેક બિમારીઓનું આગમન થાય છે. બીજી બાજુ વધારે સૂવુ એ તમારી વિચારવાની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે.

મોટાપણું ઓછું કરે

સવારે વહેલું ઉઠીને કસરત કરવાથી પેટનાં ભાગે જમા થયેલી ચરબી ઓછી થાય છે. આ ઉપરાંત પાચનશક્તિમાં સુધારો થાય છે.

ચહેરાની ચામડી માટે ફાયદાકારક

સવારે વહેલું ઉઠીને કસરત કરવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો પરસેવાની મારફતે બહાર નીકળી જાય છે. જે ચહેરા પર ઉજાસ લાવવામાં મદદ કરે છે.

You may also like

માત્ર 10 મિનિટમાં હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે આ પ્રાણાયામ કરો

Walking on Grass : ઉઘાડા પગે ઘાસ પર ચાલાવાનો યોગ્ય સમય

ફેફસાને સ્વસ્થ રાખે

સવારની તાજી હવા શરીરની સાથે સાથે ફેફસાને પણ સ્વસ્થ રાખે છે. સવારે હવામાં ઓક્સિજનની માત્રા વધારે હોય છે. જો તમે સવારમાં નિયમિતપણે પાર્કમાં ચાલવા માટે જાઓ છો તો તેનાથી ફેફસા સ્વસ્થ રહે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

અજમો ખાવાથી આ જબરજસ્ત સ્વાસ્થ્ય લાભો મળે છે, ચાલો જાણીએ