દાંતનો દુખાવો એક એવી વસ્તુ છે, જે આપણાં આખા ચહેરા પર ગંભીર અસર કરે છે. દાંતમાં તીવ્ર દુખાવો ઉપડે, તો વ્યક્તિને બીજા કોઈ કામમાં મન જ પરોવાતું નથી. આજે અમે આપને દાંતના દુખાવામાં રાહત મેળવવા માટેના કેટલાક ઘરગથ્થુ ઉપાય વિશે જણાવીશું..
જો દાંતમાં ભયંકર દુખાવો થઈ રહ્યો હોય, તો નવશેકા પાણીમાં મીઠું ઉમેરીને કોગળા કરવાથી દાંત અને પેઢાનો સોજો ઓછો થાય છે. જેના પરિણામે દાંતનો દુખાવો પણ દૂર થાય છે.
લસણને વાટીને પેસ્ટ બનાવો અને દાંતના દુખાવાવાળા ભાગ પર લગાવો. લસણની એન્ટિ બેક્ટેરિયલ શક્તિ ઈન્ફેક્શનને ઘટાડે છે અને દુખાવો પણ દૂર કરે છે.
રૂ પર લવિંગનું તેલ લગાવીને દુખાવાવાળા દાંત પર રાખવાથી તરત રાહત મળે છે. આ એક કુદરતી અને શ્રેષ્ઠ વિકલ્પ છે.
તાજા ફુદીનાના પાન ચાવવાથી અથવા ફુદીનાની ચા પીવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે
કપડામાં બરફ બાંધીને દુખાવાવાળા ભાગની પાસે રાખવાથી સોજો અને દુખાવો બંને ઓછા થાય છે. આ ઉપાય તમને 5 મિનિટમાં દુખાવાથી રાહત આપશે
દાંતના દુખાવાથી પરેશાન લોકો ડુંગળીનો રસ દુખાવાવાળા ભાગ પર લગાવે. જેનાથી બેક્ટેરિયા ખતમ થાય છે અને દુખાવો ઓછો થાય છે.
હળદર પાવડરને પાણીમાં ભેળવીને પેસ્ટ બનાવો અને દાંત પર લગાવો. આ કુદરતી પેઇન કિલરની જેમ કામ કરે છે