Chest Congestion: છાતીમાં જામેલા કફને નીકાળવા માટે અપનાવો આ દેશી નુસખો


By Sanket M Parekh30, Aug 2025 03:40 PMgujaratijagran.com

છાતીમાં કફ જામવો

અત્યારે બેવડી ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે ગળામાં ખારાશ, ઉધરસ અને શરદી જેવી સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જો કે તેનાથી બચવા માટે લોકો તરેહ-તરેહના ઉપાયો અજમાવતા હોય છે.

છાતીમાંથી કફ દૂર કરવાના ઉપાય

આજે અમે આપને કેટલાક એવા દેશી નુસખા વિશે જણાવીશું , જેને ફૉલો કરીને તમને છાતીમાં જામેલા કફમાંથી મુક્તિ મળી શકે છે.તો ચાલો તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ, જેથી આપને યોગ્ય જાણકારી મળી રહે...

શ્રેષ્ઠ હળદર

હળદરમાં કરક્યુમિન, ફાઇબર, પ્રોટીન, આયર્ન, મેંગેનીઝ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક, કોપર, રિબોફ્લેવિન, વિટામિન-B6, એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે.

હળદરને કેવી રીતે ખાવી

તમે હળદરને તમારી ડાયટમાં અલગ-અલગ રીતે સામેલ કરી શકો છો. તમે હળદરની ચા પી શકો છો અથવા દૂધમાં હળદર મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકો છો.

મુલેઠી

છાતીમાંથી કફ કાઢવા માટે મુલેઠીનું સેવન કરી શકાય છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે.

મુલેઠી કેવી રીતે લેવી

મુલેઠીને ડાયટમાં અલગ-અલગ રીતે સામેલ કરી શકાય છે. તમે તેની ચા બનાવીને પી શકો છો અથવા મુલેઠીના પાવડરને દૂધમાં મિક્સ કરીને પી શકો છો.

તજ

છાતીના કફમાંથી રાહત આપવામાં તજ ખૂબ અસરકારક માનવામાં આવે છે. તેમાં એન્ટી-સેપ્ટિક, એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ અને એન્ટી-ઓક્સીડેન્ટ્સ જેવા પોષક તત્વો હોય છે

તજનું સેવન કરવાની રીત

આ માટે તમે તજના પાણીનું સેવન કરી શકો છો, તેની ચા પી શકો છો, અથવા અલગ-અલગ વાનગીઓમાં પણ તજનો સમાવેશ કરી શકો છો.

Acidity: નાસ્તામાં આ વસ્તુઓ ખાવાથી એસિડિટી થઈ શકે છે