ઉનાળામાં સ્કિન ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા થવા લાગે છે.ફંગલ ચેપથી ત્વચામાં બળતરા,ખંજવાળ અને લાલાશ થઈ શકે છે,ચાલો જાણીએ બચવા માટેના ઘરેલું ઉપચાર.
દહીં એસિડ હાનિકારક બેક્ટેરિયા મારી નાખે છે તેથી ફંગલ ઇન્ફેક્શનને મટાડવા માટે દહીંનો ઉપયોગ કરી શકાય છે.
એલોવેરામાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-ફંગલ ગુણો ફંગલ ઈન્ફેક્શનને મટાડે છે.
ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે હળદરનો ઉપયોગ કરી શકાય છે.આ માટે હળદરને સારી રીતે પીસી લો અને તેને અસરગ્રસ્ત જગ્યા પર લગાવી શકો છો.
લીમડાના પાનમાં રહેલ એન્ટી-બેક્ટેરિયલ ગુણ ફંગલ ઇન્ફેક્શનને મટાડવામાં મદદ કરે છે.તેથી લીમડાના પાનનો ઉપયોગ ફૂગના ચેપને દૂર કરવા માટે કરી શકાય છે.
ટી ટ્રી ઓઈલમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણો હોય છે તે ટી ટ્રી ઓઈલ અને કોકોનટ ઓઈલના 3 ટીપાં મિક્સ કરીને લગાવવાથી રાહત મળે છે.
જો તમને ત્વચા સંબંધિત અન્ય કોઈ સમસ્યા છે,તો તેનો ઉપયોગ કરતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.