ઘણી વાર દાંતનો રંગ અલગ અલગ કારણોથી પીળા પડે છે. કેટલીક સરળ રીતે આને ફરીથી સફેદ બનાવી શકાય છે. આ ઘરેલુ ઉપાય દ્વારા દાંતને ફરીથી ચમકદાર બનાવો.
આમા રહેલા હળવો એસિડિક પદાર્થ દાંતની ચમકાટ પાછી લાવી શકે છે. આ માટે સફરજના કટકાને દાંત પર ઘસો. આવું ઘણા દિવસો સુધી કરવાથી ફરક પડશે.
આને ખાવાની સાથે સાથે દાંત ચમકાવવા માટે કરવામાં આવે છે. સ્ટ્રોબેરીને મેશ કરીને દાંત પર ઘસો. આવું કરવાથી પીળાશ ઘટશે. આને તમે બ્રશ પર લગાવીને ઘસી શકો છો.
મીઠાથી બ્રશ કરવાથી દાંતની પીળાશ દૂર થાય છે. સાથે જ પેઢામાં થતાં ઇન્ફેક્શન મટાડે છે. આના સિવાય તમે નવશેકા પાણીમાં મીઠું મિક્સ કરીને કોગળા કરી શકો છો.
દાંતની સફેદી પાછી લાવવા માટે કોલસાનો ઉપયોગ થાય છે. આ માટે કોલસાને વાટીને ચૂરણ બનાવી લો અને તેનથી બ્રશ કરો. તેના કણથી દાંતની પાળાશ દૂર થાય છે.
આ દાંતની પીળાશ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે બેકિંગ સોડાને દાંથ પર ઘસો. આમ કરવાથી દાંતની સફેદી પાછી આવે છે.
દાંતની ઘણી સમસ્યા માટે તુલસી ગુણકારી છે. આના પત્તા દાંત પર ઘસવાથી તમારા દાંત ફરીથી ચમકદાર બને છે, આનો વધુ ઉપયોગ ના કરવો જોઇએ.
આનું દાંતણ ખૂબ જ ગુણકારી છે. દરરોજ સવારે લીમડાનું દાંતણ કરવું જોઇએ. આના ઉપયોગથી તમને એક અઠવાડિયામાં ફરક દેખાશે.