Dust Allergies: ધૂળની એલર્જી તાત્કાલિક દૂર કરવાના ઘરેલું ઉપચાર


By Vanraj Dabhi29, Oct 2024 05:50 PMgujaratijagran.com

ધૂળની એલર્જી

ઘણા લોકોને લાંબા સમય સુધી ઘરની બહાર રહેવાથી ધૂળ અને ગંદકીને કારણે એલર્જી થતી હોય છે, તેથી આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું, જેની મદદથી તમે ધૂળ-માટીની એલર્જીથી રાહત મેળશે.

એલર્જી કેવી રીતે શોધી શકાય?

જ્યારે ધૂળ અને માટીમાં રહેલા બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે વ્યક્તિને વધુ પડતી ઉધરસ, વારંવાર છીંક આવવી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

મધની મદદ લો

જો તમને ધૂળથી એલર્જી છે, તો તમે તેનાથી રાહત મેળવવા માટે મધનો ઉપયોગ કરી શકો છો. જે એલર્જીથી રાહત આપશે.

કેવી રીતે સેવન કરવું?

એક ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી મધ ઉમેરી પાણી નવશેકુ થાય ત્યારે તેનું સેવન કરો.

એપલ સીડર વિનેગર

ધૂળને કારણે થતી એલર્જીથી રાહત મેળવવા માટે તમે એપલ સીડર વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો.

આ રીતે ઉપયોગ કરો

એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી એપલ વિનેગર નાખીને પીવો. આ મિશ્રણને સવારે પીવાથી ફાયદો થઈ શકે છે.

આદુ અને મધ

આદુનું સેવન તમને ધૂળની એલર્જીથી રાહત આપી શકે છે. તેથી આદુનો એક નાનો ટુકડો છીણીને રસ કાઢી લો.

આ રીતે આદુ-મધનું સેવન કરો

આદુના રસમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવો. આમ કરવાથી તમે એલર્જીથી રાહત મેળવી શકો છો.

વાંચતા રહો

આ ઉપાયો અપનાવતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી, વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Turmeric Stains: કપડામાંથી હળદરના ડાઘ દૂર કરવાની યુનિક ટિપ્સ