અનેક લોકો ખૂબ ખાવા છતાં હંમેશા પાતળા જ રહે છે. જો કે આવું માત્ર ખોટી ખાણીપીણી અથવા લાઈફ સ્ટાઈલના કારણે જ થાય છે.
તો ચાલો જાણીએ કે, કેવા સરળ ઉપાયોની મદદથી પાતળાપણાની સમસ્યાથી મુક્તિ મળી શકે છે.
દૂધ અને કેળામાં પ્રોટીન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્ત્વો મળી આવે છે. જેના કારણે શરીરનું વજન ઝડપથી વધે છે.
વજન વધારવા માટે યોગ પણ કારગર ઉપાય છે. સવારના સમયમાં યોગ કરવાથી પણ વજન વધી શકે છે. આ સાથે જ તણાવમાંથી પણ મુક્તિ મળે છે.
ભાતમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ મળી આવે છે. જો તમે પણ ભાતને ડેઈલી ડાયટમાં સામેલ કરો, તો વજન વધી શકે છે.
ઈંડામાં કેલેરી અને ફેટનું પ્રમાણ વધારે હોય છે. પાતળાપણાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ઈંડાનું દરરોજ સેવન કરી શકો છો.