પ્રદૂષણને કારણે ગળુ પકડાઈ ગયું છે ? આ રહ્યાં ઘરેલુ ઉપાય


By Hariom Sharma09, Nov 2023 06:15 PMgujaratijagran.com

ગળુ પકડાવું

પ્રદૂષણને કારણે લોકોમાં ગળા પકડાઈ જવાની સમસ્યા જોવા મળે છે. તેવામાં ગળામાં દુખાવો પણ થાય છે. જો તમે પણ ગળા પકડાઈ જવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ ઘરેલુ ઉપાય અજમાવો.

આદુની ચા

ગળામાં દુખાવા તથા સોજા જેવી સમસ્યાઓથી બચવા માટે આદુ વાળી ચા પી શકો છો. આ ઉપરાંત તમે નાના નાના આદુનાં ટુકડા કરી તેને પાણી સાથે ઉકાળી પી શકો છો.

મીઠાં વાળુ પાણી

જણાવી દઈએ કે ગળામાં દુખાવો થાય ત્યારે તમે નવસેકા પાણીમાં મીઠું નાખીને પી શકો છો. જો તમારુ ગળુ અંદરથી છોલાઈ ગયું છે તો તમે માત્ર ગરમ પાણીના કોગળા કરી શકો છો.

ઠંડુ પાણી પીવાનું ટાળો

જ્યારે પણ ગળામાં દુખાવો થાય તો ઠંડુ પાણી પીવાથી બચવુ જોઈએ. તે સમયે ગરમ પાણી પીવું હિતાવહ છે. ગરમ પાણી પીવાથી ચેપનું જોખમ ઘટે છે.

You may also like

ગળામાં ખરાશની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ ઘરેલુ ઉપચાર અજમાવો

હસવાથી દૂર થશે રોગ, જાણો લાફ્ટર થેરાપીના ફાયદા

મધ

મધમાં એંટીબાયોટીક ગુણો હોય છે. આ શરદી ખાંસી જેવી સમસ્યાને દૂર રાખે છે. મધ ખાવાથી ગળામાં ખરાશ, દુખાવા તથા સોજાની સમસ્યામાં રાહત મળે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ભૂલથી પણ ના ફોડો ચહેરા પરનાં ખીલ, ચહેરો થશે ખરાબ