યુવાનીમાં સફેદ થતાં વાળને અટકાવવા અજમાવો આ દેશી નુસખા, થોડા દિવસમાં દેખાશે ફર્ક


By Sanket M Parekh22, Oct 2023 03:53 PMgujaratijagran.com

સફેદ વાળ

વધતી વય સાથે વાળ સફેદ થવા સામાન્ય વાત છે, પરંતુ યુવાનીમાં વાળ સફેદ થવા ચિંતાનો વિષય છે.

ખરાબ આદત

ખરાબ ખાણીપીણીની આદતો, વ્યસ્ત દિનચર્યા અને તણાવના કારણે વાળની સમસ્યા થવા લાગે છે. આ ઉપરાંત શરીરમાં વિટામિન-સીની કમીના કારણે પણ વાળ અકાળે સફેદ થાય છે.

ઘરગથ્થુ નુસખા

જો તમે પણ સફેદ વાળની સમસ્યાથી પરેશાન હોવ, તો આ ઘરગથ્થુ નુસખા એક વખત જરૂર ટ્રાય કરવા જોઈએ. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...

ડુંગળી

સફેદ વાળને કાળા કરવા માટે ડુંગળી મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે ડુંગળીને સારી રીતે ક્રશ કરીને તેનો રસ તૈયાર કરી લો.

માથામાં માલિશ

હવે ડુંગળીના રસને તમારા વાળમાં લગાવો. જે બાદ માથામાં માલિશ કરો. જ્યારે વાળ સૂકાઈ જાય, ત્યારે નોર્મલ પાણીથી વાળને ધોઈ નાંખો.

આમળા

આમળા વિટામિન-સીથી ભરપુર હોય છે. જેના સેવનથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. આ સાથે જ વાળની સમસ્યામાંથી પણ છૂટકારો મળે છે.

નારિયેળનું તેલ

વાળમાં નારિયેળનું તેલ લગાવવાથી વાળ કાળા અને લાંબા થાય છે. આ સાથે જ સફેદ વાળની સમસ્યામાંથી પણ છૂટકારો મળે છે.

થોડા દિવસમાં અસર દેખાશે

આ માટે દિવસમાં બે વખત નારિયેળના તેલથી વાળમાં માલિશ કરો. થોડા દિવસમાં તમને અસર જોવા મળશે.

લિવરને સ્વસ્થ રાખવા માટે આ યોગ આસન કરો