જો તમને રાત્રે ઉંઘ ન આવવાની સમસ્યા હોય અને તમે કલાકો સુધી ઉથલપાથલ કરતા હોવ, તો આજે અમે તમને એક સરળ ઘરેલું ઉપાય જણાવીશું, જેનાથી ઊંઘ સારી આવશે.
મધમાં રહેલ કુદરતી સુગર શરીરમાં મેલાટોનિન હોર્મોનને વધારવામાં મદદ કરે છે. જેના કારણે રાત્રે ગાઢ ઊંઘ આવે છે.
રાત્રે સૂતા પહેલા હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી સારી અને ગાઢ ઉંઘ આવે છે.
એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મધ નાખીને મિક્સ કરો અને સૂવાના 10-20 મિનિટ પહેલાં તેનું સેવન કરો.
જો તમને તણાવના કારણે અનિદ્રાની સમસ્યા હોય તો સૂતા પહેલા મધનું સેવન કરવું ફાયદાકારક છે.
આખો દિવસ કામ કર્યા પછી મગજ થાકી જાય છે, તો રાત્રે સૂતા પહેલા મધનું સેવન કરવાથી મનને શાંત કરવામાં મદદ મળે છે.
ઘણી વખત કબજિયાત, ગેસ અને એસિડિટીને કારણે ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે. તેથી તમે મધનું સેવન કરીને આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.
જો તમને મધની કોઈપણ પ્રકારની એલર્જી હોય તો તેનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
આ સામાન્ય માહિતી માટેના ઘરેલું ઉપાય અહીં આપવામાં આવ્યા છે, આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.