Oral Health Tips: બ્રશ કર્યા પછી પણ મોંમાંથી શ્વાસની દુર્ગંધ આવે છે?


By Vanraj Dabhi16, Jan 2025 09:55 AMgujaratijagran.com

શ્વાસની દુર્ગંધની સમસ્યા

ઘણા લોકો બ્રશ કર્યા પછી પણ શ્વાસની દુર્ગંધની સમસ્યાથી પરેશાન રહેતા હોય છે, તેઓએ 3 ઘરેલું ઉપચાર અજમાવવા જોઈએ. ચાલો જાણીએ તેની પદ્ધતિ.

બ્રશ કર્યા બાદ ખરાબ શ્વાસ

જ્યારે વ્યક્તિ રાત્રે ઊંઘ્યા પછી સવારે ઉઠે છે ત્યારે તેને શ્વાસમાં દુર્ગંધ આવે છે. પરંતુ બ્રશ કર્યા પછી તે દૂર થઈ જાય છે. આ ઉપરાંત, બ્રશ કરવાથી મૌખિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

દુર્ગંધ દૂર થતી નથી

મોટાભાગના લોકોને સવારે બ્રશ કર્યા પછી શ્વાસની દુર્ગંધ આવતી નથી, પરંતુ કેટલાક લોકોને શ્વાસમાં દુર્ગંધ આવે છે, તો તેમણે કેટલાક ઉપાય અજમાવવા જોઈએ.

ત્રણ ઘરેલું ઉપચાર

જો બ્રશ કર્યા પછી પણ તમારા મોઢામાંની શ્વાસની દૂર્ગંધ દૂર ન થતી હોય તો આ ત્રણમાંથી કોઈ એક ઉપચાર ઘરે અજમાવી શકો છો.

એલચી ચાવવી

જો બ્રશ કર્યા પછી પણ શ્વાસમાં દુર્ગંધ આવતી હોય તો 1 ઈલાયચી મોઢામાં રાખો અને તેને ચાવતા રહો. આમ કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.

લવિંગ ચાવવું

જો તમને એલચી ન ગમતી હોય તો તમે લવિંગનો ઉપયોગ કરી શકો છો. તમારા મોંમાં 1 લવિંગની કળી મૂકો અને તેને ચાવો.

સરસવ અને મીઠું

એક ચમચી સરસવના તેલ સાથે એક ચપટી મીઠું મિક્સ કરો અને પછી પેઢા પર મસાજ કરો. આમ કરવાથી દુર્ગંધ દૂર થાય છે અને પેઢા સ્વસ્થ બને છે.

વાંચતા રહો

આ ત્રણ ઘરગથ્થુ ઉપચાર શ્વાસની દુર્ગંધ દૂર કરી શકે છે. જીવનશૈલી સંબંદીત વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સૂતી વખતે મોઢામાંથી વાસી કેમ નીકળે છે? જાણો શું છે કારણ