સામાન્ય રીતે ઠંડીની શરુઆત થતા જ હોઠ ફાટવા લાગે છે. આ ઉપરાંત વધારે સ્મોકિંગ કરવાથી પણ હોઠ ફાટીને કાળા પડે છે. એવામા હોઠોને ગુલાબી અને મુલાયમ બનાવવા માટે તમે કેટલાક ઘરેલૂ ઉપાયો અપનાવી શકો છો.
ગુલાબી હોઠો માટે તમે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. ઓલિવ ઓઈલ ફાટેલા હોઠને ઠીક કરે છે. આ માટે તમે એક ચમચી ઓલિવ ઓઈલમા ખાંડને ઉમેરો. આ મિશ્રણથી થોડીવાર માટે તમે હોઠો પર માલિશ કરો. તેની અસર 1 અઠવાડિયામા જ જોવા મળશે.
ગુલાબી હોઠો માટે તમે ગુલાબ જળનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક ચમચી ગુલાબ જળમા મધને મિક્સ કરો. આ મિશ્રણથી થોડીવાર માટે તમે હોઠો પર માલિશ કરો. તેની અસર જલ્દી જોવા મળશે.
હોઠો ફાટવાની સમસ્યાને દૂર કરવા માટે બદામના તેલનો ઉપયોગ કરી શકો છો. બદામના તેલમા રહેલા ઔષધિય ગુણ હોઠને ગુલાબી કરવામા મદદ કરે છે. આ માટે તમે એક ચમચી બદામના તેલમા લીંબુના રસને મિક્સ કરો. આ મિશ્રણથી હોઠ પર રોજ માલિશ કરો.
ગુલાબની પાખડી હોઠ પર જોવા મળતી કાળાશને દૂર કરે છે. આ ઉપરાંત તે હોઠને નેચરલી ગુલાબી બનાવે છે. આ માટે તમે ગુલાબની પાખડી લો અને થોડીવાર માટે તેનાથી હોઠ પર માલિશ કરો .
હોઠને ગુલાબી બનાવવા માટે તમે હળદર અને દૂધના મિશ્રણને હોઠ પર લગાવી શકો છો. હળદર અને દૂધમા રહેલા પોષકતત્વો હોઠને ગુલાબી બનાવે છે.
ગુલાબી હોઠો માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. તેમા એંટી ઈફ્લેમેટરી ગુણ હોય છે, જે હોઠોને ગુલાબી બનાવે છે. આ માટે એલોવેરા જેલને 10 મિનિટ માટે લગાવો અને પછી હોઠને પાણી વડે સાફ કરી દો.