મેલેરિયાથી બચાવી શકે છે આ અસરકારક ટિપ્સ, મોનસૂનમાં ખુદને આ રીતે રાખો સુરક્ષિત


By Sanket M Parekh08, Aug 2023 04:15 PMgujaratijagran.com

મોસ્કિટો ક્રીમ

તમે ઘરેથી નીકળતા પહેલા મચ્છરને ભગાડવાની ક્રીમને શરીર પર લગાવી દો. જેથી ડેન્ગ્યુ-મેલેરિયા જેવી બીમારીઓથી બચી શકો છો.

બાથરૂમ સાફ રાખો

મેલેરિયાના મચ્છર ઘણી વખત ઘરમાંથી જ પેદા થતા હોય છે. એવામાં સૌથી વધુ બાથરૂમ પર ધ્યાન આપવું જોઈએ. બાથરૂમને હંમેશા સાફસુથરું રાખો અને ઉપયોગ બાદ પોતું મારો.

આસપાસ ના રાખો ગંદકી

ઘરની આસપાસ ખાસ કરીને કૂલર વગેરે જેવી જગ્યામાં પાણી જમા ના થવા દો. કારણ કે સૌથી વધારે મચ્છર ત્યાં જ પેદા થતા હોય છે. જેથી મેલેરિયાનો ખતરો વધી જાય છે.

ઘરની સાફસફાઈ કરો

તમે દરરોજ ઘરને ડસ્ટિંગની સાથે-સાથે સારી રીતે સફાઈ કરો અને પોતાના પાણીમાં ડીસઈન્ફેક્ટ નાંખીને જ આખા ઘરમાં સારી રીતે પોતુ મારો.

ફૂલ સ્લીવ્સના કપડા પહેરો

વરસાદની સિઝનમાં ઘરેથી નીકળતા પહેલા હંમેશા ફૂલ સ્લીવ્સના કપડા પહેરીને રાખો. જેનાથી ડેન્ગ્યૂ અને મેલેરિયાથી બચાવ થઈ શકે છે.

બારી-દરવાજા બંધ રાખો

મચ્છર સૌથી વધુ સાંજના સમયે આવે છે. એવામાં મચ્છરજાળી વાળા બારી-દરવાજા લગાવી લો. સાંજના સમયે બારી અને દરવાજાને કામ સિવાય બંધ રાખો.

મચ્છરદાનીનો ઉપયોગ કરો

ઘરમાં મચ્છરોથી બચવા માટે પથારી પર મચ્છરદાની અથવા મૉસ્કિટો રિપલેન્ટ લગાવીને જ સૂવો. જેથી રાતે મચ્છર તમને નહીં કરડે.

આ વસ્તુનું સેવન તમારી ત્વચા માટે સારું નથી