શું સાંધાનો દુખાવો તમારી રોજિંદી જિંદગીમાં અડચણરૂપ બની ગયો છે, તો આ સાત કુદરતી નુસખા અજમાવી જુઓ, જે કોઈ પણ પ્રકારની આડઅસર વિના તાત્કાલિક રાહત પહોંચાડી શકે છે.
હળદરમાં રહેલું કરક્યુમિન નામનું તત્વ સોજો અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. આથી રાત્રે સૂતા પહેલા હળદરવાળું ગરમ દૂધ પીવાથી આરામ મળે છે.
લસણમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે, જે સાંધાનો સોજો ઓછો કરે છે. રોજ સવારે ખાલી પેટે 2-3 લસણની કળીઓ ખાવી ફાયદાકારક હોય છે.
સરસવના તેલમાં લસણ નાખીને તેને ગરમ કરો. આ તેલને દુખાવાવાળા ભાગ પર હળવા હાથે માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ વધે છે અને દુખાવામાં રાહત મળે છે.
મેથીમાં પીડા નિવારક ગુણધર્મો હોય છે. આથી દરરોજ સવારે ભૂખ્યા પેટે પલાળેલી મેથી અથવા મેથીનો પાવડર લેવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે.
ગરમ પાણીથી શેક કરવાથી સ્નાયુઓને આરામ મળે છે અને સોજો ઓછો થાય છે. આ માટે તમારે દિવસમાં 1-2 વખત શેક કરવો જોઈએ.
વિટામિન Dની ઉણપ પણ સાંધાના દુખાવાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં દરરોજ સવારે 15-20 મિનિટ સૂર્યનો તડકો લેવો હાડકાંના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ રહેશે.
આદુમાં એન્ટી ઑકિસડન્ટ્સ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી તત્વો હોય છે. આદુની ચા પીવાથી સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે. ઉપરોક્ત ઉપાયો અપનાવવાની સાથે, યોગ્ય આહાર અને હળવી કસરત પણ કરવી જોઈએ.