ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી હાથ વડે ભોજન જમવાની પરંપરા રહી છે. જો કે આજના સમયમાં કેટલાક લોકો ખાવા માટે ચમચી કે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરે છે.
આજે અમે આપને જણાવીશું કે, જો તમે હાથથી જમશો, તો તેનાથી તમારા શરીર અને સ્વાસ્થ્યને કેવા ફાયદા મળી શકે છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ, જેથી આપને સચોટ માહિતી મળી રહે
જે લોકો સતત પાચન સંબંધિત સમસ્યાઓથી પરેશાન રહે છે, તેમણે તો હાથથી જ ભોજન કરવું જોઈએ. જેનાથી તેમનું પેટ થોડા જ દિવસોમાં સારું થઈ જશે.
હાથથી ભોજન કરવાથી આકાશ, હવા, અગ્નિ, પાણી અને પૃથ્વી જેવા પાંચ તત્વોનું સંતુલન જળવાઈ રહે છે. જેના પરિણામે શરીરને એનર્જી મળે છે.
જ્યારે તમે હાથથી ભોજન કરો છો, ત્યારે જરૂરી એન્ઝાઇમ્સ મળી જાય છે. જરૂરી એન્ઝાઇમ્સ મળવાથી તમારું તન અને મન બંને સ્વસ્થ રહે છે.
હાથથી ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેનાથી સ્નાયુઓની કસરત થતી રહે છે. સ્નાયુઓની કસરત થવાથી શરીર નિરુગી રહે છે.
જો તમે પણ હાથથી જમી રહ્યા હોવ, તો એક વાતનું ચોક્કસ ધ્યાન રાખજો કે, જમતા પહેલા તમારા હાથને સાબુથી વ્યવસ્થિત ધોવો. નહીંતર તમે બીમાર પડી શકો છો.
હાથ ધોવા ઉપરાંત એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે, ભોજન મર્યાદામાં અર્થાત લિમિટમાં જ ખવાય. વધુ પડતું ખાવાથી પણ તમારી તબિયત બગડી શકે છે.