Home Remedies for Grey Hair સફેદ વાળનો કોઈ ઉપાય મળતો નથી, તો આ કામ કરો


By Smith Taral07, May 2024 12:43 PMgujaratijagran.com

કાળા અને જાડા વાળ કોણ નથી ઈચ્છતું, જ્યારે પણ વાળ સફેદ અથવા ખરવા લાગે છે, ત્યારે સૌથી વધું ચીંતા થાય છે. આના નિરાકરણ માટે અવનવા ઉપાયો અજમાવતા હોઈએ છે પરંતુ જોઈતું પરિણાન ન મળવાનાં લીધે નિરાશા થાય છે. જો તમે પણ સફેદ વાળને લઈને પરેશાન રહેતા હોવ તો કેટલાક ઘરેલું ઉપાય તમે કરી શકો છો. આવો જાણીએ આ ઉપાય વિશે.

આમળા

આમળા વાળ માટે ધણા ફાયદાકારક માનવામાં આવે છે, આનો ઉપયોગ કરીને તમે વાળને સફેદ થતા રોકી શકો આનું તેલ અથવા પેસ્ટ વાળમાં લગાવવાથી સફેદ વાળ દૂર થાય છે.

દહીં

દહીંમાં લેક્ટિક એસિડ રહેલું હોય છે, જે વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે દહીંમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાવો, તેનાથી સફેદ વાળ કાળા અને નરમ બનશે

મેથીના દાણા

મેથીને દાણાનો ઉપયોગ તમારા વાળને કાળા કરવા માટે કરી શકો છો. તે વાળ ખરતા અટકાવવામાં પણ મદદ કરે છે.

ઈંડા

ઈંડાનો ઉપયોગથી પણ સફેદ વાળને કાળા કરી શકો છો, ઈંડા પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે જે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને સ્કેલ્પને પોષણ આપે છે.

ઈંડા

ઈંડાનો ઉપયોગથી પણ સફેદ વાળને કાળા કરી શકો છો, ઈંડા પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે જે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને સ્કેલ્પને પોષણ આપે છે.

લેસર થેરાપી

લેસર થેરાપીની મદદથી પણ સફેદ વાળને કાળા કરી શકો છો. આ સિવાય વાળને સફેદ થતા અટકાવવા માટે તમારે તણાવ અને ચિંતાથી દૂર રહેવું.

પૌષ્ટિક ખોરાક

પૌષ્ટિક ખોરાકનું સેવન કરીને તમે કાળા વાળને સફેદ થતા અટકાવી શકો છો. આ માટે તમે ખોરાકમાં ફળો અને લીલા શાકભાજી ખાવો

ઘરે બનાવો ડુંગળીનું તેલ, વાળ થશે મજબૂત અને સુવાળા ફોલો કરો 6 સરળ સ્ટેપ