કાનમાં ફંગલ ઇન્ફેક્શનના કારણે દુખાવો જેવી સમસ્યા થઇ શકે છે. જો સમયસર તેનો ઇલાજ ના કરવામાં આવે તો સાંભળવાની ક્ષમતા પર અસર થાય છે. આવો જાણીએ કાનમાં ઇન્ફેક્શનથી બચવાના ઉપાય વિશે.
કાનમાં ઇન્ફેક્શનને દૂર કરવા માટે લસણ ખૂબ જ ગુણકારી હોય છે. આ માટે લસણને બાફીને પીસી લો. ત્યાર બાદ આ પેસ્ટમાં થોડું મીઠું એડ કરો અને સાફ કોટન કપડામાં બાંધીને કાન પર રાખો.
જો તમને કાનમાં રહેલા વેક્સના કારણે ઇન્ફેક્શનની સમસ્યા છે તો, ઓલીવ ઓઇલ તેલ સૌથી કારગર ઉપાય છે. આ માટે તમારે ઓલીવ ઓઇલને ગરમ કરીને કાનમાં નાંખવાનું છે અને થોડા કલાક પછી કાનને ઇયરબડથી સારી રીતે સાફ કરો.
કાનના ઇન્ફેક્શનને દૂર કરવા માટે ટી ટ્રીટ ઓઇલ પણ સારું હોય છે. આ માટે બે ટીપા ટી ટ્રી ઓઇલને બે ચમચી ઓલીવ ઓઇલ અને નવશેકા પાણીમાં મિક્સ કરીને કાનેમાં નાંખો. થોડા સમય પછી તમારા કાનને સાફ કરી લો.
કાનમાં ઇન્ફેક્શનથી બચવા માટે મીઠું સૌથી બેસ્ટ ઉપાય છે. આ માટે મીઠાને ગરમ કરીને કપડાંમાં સારી રીતે બાંધીને કાન પર રાખો. તમારે એ ધ્યાન રાખવાનું છે કે મીઠું વધારે ગરમ ના હોય.
કાનમાં સોજાના કારણે દુખાવાથી બચવા માટે તમે ગરમ શેક કરી શકો છો. આ માટે તમે ઇલેક્ટ્રિક હિટિંગ પેડ અથવા હીટ પેકનો ઉપયોગ કરી શકો છો.
કાનના દુખાવામાં રાહત માટે તમે તુલસીના પત્તાનો રસ કાનમાં નાંખી શકો છો. આનાથી દુખાવામાં રાહત મળશે, તુલીસ એન્ટિબાયોટિક, એન્ટિઇન્ફ્લેમેટરી અને એન્ટિફંગલ માટે જાણીતી છે. આનાથી સોજા પણ ઘટે છે.