Ear cleaning Tips: ઈયર વેક્સ દૂર કરવા માટે આ ટીપ્સને અનુસરો


By Smith Taral24, May 2024 11:45 AMgujaratijagran.com

શરીરના અંગોમાં કાન ઘણો નાજુક ભાગ છે આની ખૂબ કાળજીપૂર્વક સંભાળ લેવી જોઈએ. ઘણા લોકો કાન સાફ કરવા માટે સળી અથવા કાનની હાનિ પહોંચાડે એવી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમે કેટલાક ઘરઘથ્થું ઉપાયો અજમાવીને પણ સરળતાથી અને સુરક્ષિત રીતે કાન સાફ કરી શકો છો

તેલ

ડ્રોપર અથવા કોટન બોલથી તમારા કાનમાં થોડું તેલ રેડો, તે કાનના મીણને નરમ કરવામાં મદદ કરે છે અને પછી પ્રેશર કર્યા વિના ઇયરબડમાંથી દૂર કરી શકાય છે. તમે થોડું ગરમ ઓલિવ ઓઈલ અથવા કોકોનટ ઓઈલ લઈ શકો છો

ખાવાનો સોડાનો

કાન સાફ કરવા માટે ખાવાનો સોડાનો ઉપયોગ પણ કરી શકાય છે. આની અડધા ગ્લાસમાં પાણી લઈ તેમાં એક ચપટી ખાવાનો સોડા ઉમેરી તે લીક્વીડને કાનમાં નાખો. હવે તેને 15 મિનિટ માટે રાખી મુકો અને પછી માથાને એક સાઈજ નમાવો જેથી ગંદકી બહાર આવી જશે

બેબી ઓઇલનો ઉપયોગ કરો

તમે કાનમાં બેબી ઓઈલના ટીપાં નાંખી પણ કાનને સાફ કરી શકો છો. કાનમાં બેબી ઓઈલ નાખી તેને કોટનથી ઢાંકી દો. થોડા સમય બાદ કોટનને કાઢી લો અને કોટન કપડાની મદદથી કાન સાફ કરો.

ગરમ પાણી

કાનને સિરીંજ અથવા ડ્રોપરનો ઉપયોગ કરીને તેને ગરમ પાણી રેડીને પણ કાનને સાફ કરી શકાય છે. આ સિવાય તમે ખારા પાણીથી ઇયરવેક્સને ઝડપથી સાફ કરી શકો છો.

ગરમ પાણી

કાનને સિરીંજ અથવા ડ્રોપરનો ઉપયોગ કરીને તેને ગરમ પાણી રેડીને પણ કાનને સાફ કરી શકાય છે. આ સિવાય તમે ખારા પાણીથી ઇયરવેક્સને ઝડપથી સાફ કરી શકો છો.

ગ્લિસરીન

જો તમને તેલની ચીકણાઈ ના ગમતી હોય તો તમે ગ્લિસરીનના થોડા ટીપાં રેડી શકો છો. ગ્લિસરીન ઇયરવેક્સ દૂર કરવામાં મદદ કરશે અને તમારા કાનની સ્કીનને પણ નરમ બનાવે છે.

ઉનાળામાં ડાયેરીયામાં રાહત અપાવશે આ 5 ઘરગથ્થુ નુસખા