ખરાબ ખાવાપીવાની આદતોના કારણે પેટ સંબધિત સમસ્યાઓ જેમકે ગેસ, અપચો, કબજિયાત જેવી સમસ્યાઓ જોવા મળે છે. જો તમે પણ આવી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે કેટલાક ઘરેલૂ ઉપાયો અમલમા મૂકીને તેમાથી છૂટકારો મેળવી શકો છો.
આદુ પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમા રહેલા એેંટી ઓક્સિડેંટ ગુણ ખોરાકને પચાવવામા મદદ કરે છે. આ માટે તમે રોજ સવારે આદુ વાળી ચા પી શકો છો.
ખાવાની સાથે તમે દહીંનુ સેવન કરી શકો છો. દહીંનુ સેવન કરવાથી જમવાનુ પચવામા મદદ મળે છે. તેના સેવનથી પેટ પણ ઠંડુ રહે છે.
હીંગમા રહેલા એેંટી ઓક્સિડેંટ અને એંટી ઈફ્લેમેટરી ગુણો જમવાનુ પચાવવામા મદદ કરે છે. આ ઉપરાંત તેના હીંગના પાણીનુ સેવન કરવાથી ગેસની સમસ્યામા રાહત મળે છે.
આંબળામા ફાઈબરની માત્રા વધુ હોય છે. જે ખાવાનુ પચાવવાની સાથે સાથે પાચન ક્રિયા પણ મજબૂત બનાવે છે.
ઓછુ પાણી પીવાથી તમને ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે. એટલા માટે દિવસમા ઓછામા ઓછા 8 ગ્લાસ પાણી પીઓ.
ઘણા લોકો જમ્યા પછી તરત સૂઈ જતા હોય છે જેના કારણે પાચન સંબધિત સમસ્યાઓ થઈ શકે છે. આ માટે જમ્યા પછી થોડો સમય ચાલવાની આદત કેળવો.