સામાન્ય રીતે ઊંઘની ઉણપ, ડિહાઈડ્રેશન અને વધારે માત્રામા ફોનનો ઉપયોગના કારણે ચહેરા પર ડાર્ક સર્કલ જોવા મળે છે. એવામા જો તમે આ ડાર્ક સર્કલ થી છૂટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલૂ ઉપાયો મેળવી શકો છો.
કાકડીમા એંટી ઈફ્લેમેટરી ગુણ હોય છે, જે ચામડીમા નેચરલ રીતે ચમક લાવવામા મદદ કરે છે.
ઠંડી કાકડીના ગોળ ટુકડાઓને 10 થી 15 મિનિટ માટે આંખો પર રાખો. આ કરવાથી આંખોને આરામ મળે છે. આ ઉપરાંત ડાર્ક સર્કલથી રાહત મળે છે.
ટામેટામા એંટી ઓક્સિડેંટ ગુણ રહેલા હોય છે. તેને ચહેરા પર લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે.
ગુલાબ જળ લગાવવાથી ચહેરાને ઠંડકનો અનુભવ થાય છે. ગુલાબ જળ ચહેરા પરના સોજા અને ડાર્ક સર્કલને દૂર કરે છે.
ગુલાબ જળને 10 થી 15 મિનિટ માટે આંખોની આજુબાજુ વાળા ભાગ પર લગાવો. થોડીવાર પછી સાદા પાણીથી મોંને ધોઈ નાખો.
ચામા એંટી ઓક્સિડેંટ અને કૈફિન રહેલુ હોય છે. જે આંખોના ડાર્ક સર્કલ અને ચહેરા પરના સોજાને દૂર કરે છે.
ઉપયોગમા લેવાયેલી ટી બેગ્સ ફ્રિજમા મૂકો. હવે ઠંડા ટી બેગ્સને આંખોની આજુબાજુ 10 થી 15 મિનિટ માટે મૂકો. થોડીવાર પછી સાદા પાણીથી મોંને ધોઈ નાખો.