ખજૂરમા ઘણા પોષકતત્વો રહેલા હોય છે. ખજૂરમા વિટામિન બી6, પોટેશિયમ, મેગ્નેશિયમ રહેલા હોય છે. ખજૂરના સેવનથી શરીરમા એનર્જી મળે છે. આ ઉપરાંત ખજૂરના સેવનથી સ્વાસ્થ્યને અન્ય ફાયદા પણ મળે છે.
ખજૂરમા ભરપૂર માત્રામા ફાઈબર હોય છે. જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.
ખજૂરમા નેચરલ ગળાશ રહેલી હોય છે. તેમા ફાઈબર હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે.
ખજૂરમા ફોસ્ફોરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા પોષકતત્વો રહેલા હોય છે. જે શરીરના હાડકાને મજબૂત બનાવે છે.
ખજૂરમા આયરન સારી એવી માત્રામા હોય છે. તે શરીરમા એનર્જી લેવલને વધારે છે. જેથી ખજૂરના સેવનથી એનેમિયા જેવી સમસ્યાઓથી બચાવે છે.
ખજૂરમા કેલેરીનુ પ્રમાણ ઓછુ હોય છે, જેને ખાવાથી પેટ ભરેલુ લાગે છે. જેથી શરીરનુ વજન ઓછુ કરવામા પણ મદદ મળે છે.
ખજૂરમા આયરન સારી એવી માત્રામા હોય છે. જેથી એનેમિયાના દર્દીઓએ તેનુ સેવન કરવુ જોઈએ. તે શરીરમા ઉર્જા અને ઓક્સિજનનો ફ્લો વધારે છે.