જો તમે ઝડપથી વાળ વધારવા માંગો છો તો કેટલીક આયુર્વેદિક વસ્તુઓની મદદ લઈ શકો છો. તે વાળના વિકાસ સારો બનાવે છે અને વાળ ભરાવદાર બને છે. ચલો જાણીએ તે આયુર્વેદિક વસ્તુઓ વિશે.
લીમડામા એંટી ફંગલ અને એંટી બેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે. લીમડો વાળમા જોવા મળતા ખોડાને ઓછો કરી વાળના ગ્રોથમા મદદ કરે છે.
એલોવેરા જેલની મદદથી માથાના ભાગનુ પીએચ લેવલ સુધરે છે, અને વાળને પોષણ પણ મળે છે. જેનાથી વાળનો ગ્રોથ સારો થાય છે.
મેથીમા પ્રોટીન અને નિકોટીનીક એસિડ મળી આવે છે. તે વાળને મજબૂતી અપાવે છે, અને વાળને ખરતા રોકે છે. તમે મેથીનો પેસ્ટ બનાવી વાળમા લગાવી શકો છો.
જાસૂદના ફૂલ વિટામિન, અમીનો એસિડ હોય છે. આ વાળને પોષણ આપે છે અને ખરતા રોકે છે. તેના તેલનો હેર માસ્ક તરીકે ઉપયોગ કરો.
આંબળામા વિટામિન સી અને એંટી ઓક્સિડેંટ્સ ગુણ હોય છે. તે ઓછી ઉંમરમા વાળ સફેદ થવાની સમસ્યા રોકે છે. તેનો ઉપયોગ તેલ, પાઉડર માસ્ક તથા ચાના રુપમા કરાય છે.
ભૃંગરાજને વાળ માટે ખૂબ જ ઉપયોગી માનવામા આવે છે. તેનો ઉપયોગ તેલ તરીકે અથવા પાઉડર માસ્ક તરીકે કરી શકાય છે.
મીઠો લીમડો વિટામિન બી, સી અને આયરનથી ભરપૂર હોય છે. મીઠા લીમડાના પત્તાને નારિયેળના તેલમા પકાવો ત્યારબાદ વાળમા લગાવો. તેનાથી વાળનો ગ્રોથ સારો થાય છે.