ઘણા લોકો માટે સાયકલ ચલાવી શોક હોય છે , જ્યારે ઘણા લોકો સાયકલ પોતાના સ્વાસ્થ્યને સારુ રાખવા માટે રોજ સવાર સાંજ સાયકલ ચલાવતા હોય છે. જોકે એ લોકોને રોજ સાયકલ કેટલા સમય માટે ચલાવી જોઈએ તે વિશે અજાણ હોય છે.
જો તમે સાયકલ ચલાવો છો તમારા શરીરને સ્વાસ્થ્ય સંબધિત અનેક ફાયદા મળે છે. એવામા તમારે રોજ 30 મિનિટ સાયકલ ચલાવી જોઈએ. રોજ 30 મિનિટ માટે સાયકલ ચલાવવાથી વધુ વજન, હાર્ટ સંબધિત સમસ્યાઓ, માનસિક બીમારીઓ જેવી સમસ્યાઓનુ જોખમ ઓછુ થાય છે.
સાયકલ ચલાવવી એ એક પ્રકારની એરોબિક્સ કસરત છે. એક અભ્યાસ પ્રમાણે રોજ 30 મિનિટ માટે સાયકલ ચલાવવાથી 210 -311 કેલેરી બર્ન થાય છે.
રોજ સાયકલ ચલાવવાથી તમારુ શરીર એક્ટીવ રહે છે. આ ઉપરાંત તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિમા પણ વધારો થાય છે. જેથી અનેક બીમારીઓનુ જોખમ ઘટી જાય છે.
રોજ 30 મિનિટ માટે સાયકલ ચલાવવાથી શરીરના સ્નાયુઓ મજબૂત બને છે. તેનાથી પૂરા શરીરમા ખેંચાણ આવે છે, જેનાથી શરીરમા સ્નાયુઓ સંબધિત સમસ્યાઓ દૂર થાય છે.
સાયકલ ચલાવવાથી તમારા હાર્ટને પણ ફાયદો મળે છે. રોજ 30 મિનિટ માટે સાયકલ ચલાવવાથી હાર્ટ સંબધિત સમસ્યાઓ પણ ઓછી થાય છે.
જો તમે રોજ 30 મિનિટ માટે સાયકલ ચલાવો છો તો શરીરમા બ્લડ સેલ્સ અને ચામડીમા ઓક્સિજનની માત્રા વધે છે. તેનાથી ચામડી નેચરલી સોફ્ટ અને ચમકદાર બને છે.
ઘણા લોકોને ખરાબ લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાવા પીવાની આદતોના કારણે અનિદ્રાની સમસ્યા થતી હોય છે. જો તમે રોજ સાયકલ ચલાવવાની આદત કેળવો છો તો તમને સુકુન વાળી ઊંઘ આવે છે.