સામાન્ય રીતે ઠંડીમા લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી થતી જાય છે. જોકે તમે તમારા શરીરને ગરમ રાખીને ઠંડીમા પોતાને સ્વસ્થ રાખી શકો છો. એવામા કેટલાક આસનો કરીને તમે ઠંડીમા પોતાના શરીરને ગરમ રાખી શકો છો.
જો તમે ઠંડીમા પોતાના શરીરને ગરમ રાખવા માંગો છો તો શીર્ષાસન કરી શકો છો. આ આસન કરવાથી શરીરને મજબૂતી મળે છે અને તમારુ દિમાગ પણ શાંત રહે છે.
સેતુબંધાસન કરવાથી શરીરમા ગરમી આવે છે. આ આસન કરવાથી તણાવ ઓછો થાય છે. આ ઉપરાંત આ આસન કરવાથી કમર અને પીઠ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે.
સૂર્ય નમસ્કાર ઘણા આસનોનુ મિશ્રણ છે. તેમા 12 સ્ટેપ્સ હોય છે. સૂર્યનમસ્કાર કરવાથી શરીરમા ખેંચાણ આવે છે, અને શરીરને એક્ટીવ રાખે છે. સૂર્યનમસ્કાર કરવાથી શરીર ગરમ રહે છે અને મનને શાંતિ પ્રાપ્ત થાય છે.
હલાસન કરવાથી શરીરમા ગરમી મળે છે. તે પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે. આ આસન કરવાથી તણાવ, પીરિયડ્સમા દુખાવા જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
ભુંજગાસન કરવાથી શરીરમા પેટ સંબધિત સમસ્યાઓથી છૂટકારો મળે છે. આ આસન કરવાથી શરીરને ગરમી તો મળે છે પણ સાથે સાથે કમરના મણકાના ભાગ સાથે જોડાયેલી સમસ્યા પણ દૂર થાય છે. ભુંજગાસન કરવાથી તણાવ પણ ઓછો થાય છે.