આજકાલ લોકો દિવસભર ફોન તથા લેપટોપનો ઉપયોગ કર્યો પછી રાતે પણ તેનો ઉપયોગ કરતા હોય છે. આ માટે રાતે તે લોકો માટે પૂરતા પ્રમાણમા ઊંઘ લેવી મુશ્કેલ થાય છે. પૂરતા પ્રમાણમા ઊંઘ ન લેવાથી તેની સીધી અસર ચહેરા પર જોવા મળતી હોય છે. પૂરતા પ્રમાણમા ઊંઘ ન લેવાથી ચહેરા પર ડાર્ક સર્કલ જોવા મળતા હોય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે કેટલાક ઘરેલૂ ઉપાય અપનાવી શકો છો.
ડાર્ક સર્કલથી બચવા માટે સૌથી સારો ઉપાય બટાકાનો છે. આ માટે તમારે બટાકાને પીસીને તેના પેસ્ટને ડાર્ક સર્કલ પર લગાવી શકો છો. તેનાથી આ ડાર્ક સર્કલને દૂર કરવામા મદદ મળે છે.
ટી બેગની મદદથી ડાર્ક સર્કલ દૂર થાય છે. આ ઉપાય માટે તમારે ટી બેગને થોડીવાર માટે ટી બેગને ફ્રિજમા મૂકવાની છે. ટી બેગ ઠંડી થાય પછી તેને ડાર્ક સર્કલ વાળા ભાગ પર મૂકવાની છે.
ડાર્ક સર્કલ દૂર કરવા માટે તમે ઠંડા દૂધનો ઉપયોગ કરી શકો છો. તમે ઠંડા દૂધને આંખોની નીચે લગાવો. તેનાથી ખૂબ જ ઝડપથી ડાર્ક સર્કલ ઓછા થાય છે.
બદામ તેલમા વિટામિન ઈ ની માત્રા વધુ હોય છે. એવામા તમે બદામ તેલને ડાર્ક સર્કલ પર લગાવી શકો છો. આનાથી તમને ડાર્ક સર્કલની સમસ્યાથી છૂટકારો મળે છે.
ટમાટરની મદદથી ડાર્ક સર્કલને દૂર કરી શકાય છે. તે માટે ટમાટરના જ્યૂસમા લીંબૂનો રસ મિલાવીને ડાર્ક સર્કલ પર લગાવી શકો છો. તેનાથી ડાર્ક સર્કલ દૂર થાય છે.