જીવનશૈલી,ખાવાની ખોટી આદતો,લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી કામ કરવું વગેરેને કારણે કબજિયાતની સમસ્યા સતત વધી રહી છે.
પેટની બરાબર સફાઈ ન થવાથી અથવા શરીરમાં પ્રવાહીની ઉણપને કારણે કબજિયાતની સમસ્યા થાય છે. કબજિયાત અને પેટમાં ગેસની તકલીફ માટે આ ઘરથ્થું ઉપચાર અજમાવો.
ઓટ્સને લોટમાં મિક્સ કરીને ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે,તમારા આહારમાંથી જંક ફૂડ અને ઠંડા પીણા લેવાનું ટાળવાનો પ્રયાસ કરો.
રાત્રે સૂતા પહેલા લીંબુ અને એરંડાનું તેલ મિક્સ કરીને ગરમ પાણીમાં પીવો,સવારે નવશેકું લીંબુ પાણી પીવાથી કબજિયાતમાં રહત મળે છે.
કબજિયાત દૂર કરવા માટે લીબું અને કાળું મીઠું મિક્સ કરીને ગરમ પાણી પીવો, આમ કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.
ત્રિફળાને પાણીમાં ઉકાળીને આ પાણી પીવાથી પેટની સમસ્યા દૂર થાય છે, ત્રિફળાના પાણીને કબજિયાત માટે રામબાણ માનવામાં આવે છે.
જો તમારું પેટ સાફ ન થતું હોય તો અંજીરને પાણીમાં પલાળીને ખાવ,અંજીરને દૂધ સાથે પણ પી શકાય છે, કબજિયાતની સમસ્યા થોડા દિવસોમાં જ દૂર થઈ જશે.
જો તમે રોજ પપૈયા અને જામફળનું સેવન કરો છો તો પેટની સમસ્યા દૂર થશે, આ ફળમાં ફાઈબર અને વિટામિન-ડી ભરપૂર માત્રામાં હોય છે.
પાલક ખાવાથી હિમોગ્લોબિન વધે છે અને કબજિયાતની સમસ્યા દૂર કરે છે,તમે સ્પિનચ ગ્રીન્સ અને જ્યુસ કરીને પણ પી શકો છો, તેમાં રહેલ ફાઈબર પેટને સાફ કરે છે.
વરિયાળીનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે,તેને સાકર અથવા ખાંડ સાથે પીસીને પાવડર બનાવો અને રાત્રે સૂતા પહેલા નવશેકા પાણીમાં પાવડર મિક્સ કરીને પીવો.
તમે ઘરેલું ઉપચાર પણ આજમાવી શકો છો, તો આ ઘરેલું ઉપચાર અજમાવો અને સ્વાસ્થ્ય સંબંધિત અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.