બાળકોને ઊંઘ ના આવે ત્યારે શું કરવું?


By hariom sharma10, Apr 2023 05:37 PMgujaratijagran.com

સ્ક્રીનથી દૂર રહો

રાત્રે સારી ઊંઘ માટે સ્ક્રીનથી દૂર રહેવું જરૂરી છે. ઊંઘવાના ઓછામાં ઓછા બે કલાક પહેલા બાળકોને મોબાઇલ, ટીવી અથવા લેપટોપથી દૂર રાખવા. આનાથી ઇનસોમનિયામાં રાહત મળશે.

વાર્તા સંભળાવો

ઘણી વાર તણાવના કારણે પણ બાળકોને ઊંઘ આવતી નથી. આ માટે બાળકોને વાર્તા સંભળાવીને તેમનું મગજ શાંત રાખી શકાય છે, અને ઊંઘ ના આવવાની સમસ્યા પણ દૂર થાય છે.

કેફીન

ઘણી વાર ઠંડાપીણામાં બાળકો કોલ્ડ ડ્રિન્ક્સ અથવા કોલ્ડ કોફીનું સેવન કરી લેતા હોય છે. આ ફૂડ કેફીનથી ભરપૂર હોય છે. ઊંઘવાના 3થી 5 કલાક પહેલાં જ આ પ્રકારના ફૂડનું સેવન કરવું.

સ્લીપ સાઇકલ

આપણા શરીરની પણ સ્લીપ સાઇકલ હોય છે. આ સ્લીપ સાઇકલના બગડવાના કારણે પણ ઊંઘ ન આવવાની સમસ્યા થઇ શકે છે. આ કારણે જ બાળકોનો ઊંઘવાનો અને ઉઠવાનો સમય ફિક્સ હોવો જોઇએ.

માહોલ શાંત રાખો

ઊંઘવા માટે શાંત માહોલની ખૂબ જ જરૂર હોય છે. આ કારણે જ બેડરૂમમાં શાંતિ હોવી જરૂરી છે. સાથે જ રૂમમાં અંધારૂ રાખો અને તાપમાનનું પણ ખ્યાલ રાખો, આવું કરવાથી અધૂરી ઊંઘની સમસ્યાથી બચી શકાય છે.

ફિઝિકલ એક્ટિવિટી

ફિઝિકલ એક્ટિવિટીથી શરીર તો ફીટ રહે જ છે સાથે સાથે ઊંઘ પણ સારી આવે છે. બાળકોને રમવા અથવા કસરત કરવા માટે કહો, આનાથી થાક લાગશે અને ઊંઘ સારી આવશે.

વાળમાં ઈંડા લગાવવાની 5 રીત અને તેના ફાયદા