બ્લૂબેરી જેવો દેખાતો બિલબેરીનો પણ એક ઔષધીય છોડ છે. આના ફળો અને પાંદડાઓનો ઉપયોગ દવા બનાવવામાં થાય છે.
બિલબેરીમાં વિટામિન સી અને મેગ્નનીજ ભરપૂર માત્રમાં હોય છે. આ કેલરી, શુગર અને ફાયબરના સારો સ્ત્રોત છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે આ સૌથી ઉત્તમ ઓષધિ છે. બિલબેરીમાં રહેલું એન્થોસિયાનિનસ ઇન્સુલિનના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે, જે શુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે.
પેઢામાં સોજા હોવા પર બિલબેરીનો છોડ ખૂબ જ કારગર ઐષધિ છે. આનાથી પેઢાના સોજા ઓછા થાય છે અને દાંત મજબૂત બને છે. સાથે જ મોંની દુર્ગંધ પણ દૂર થાય છે.
બિલબેરી ઔષધિ હૃદય માટે સ્વાસ્થ્યવર્ધક હોય છે. લોહીમાં ગાંઠો બનતા રોકે છે. આ સિવાય હાર્ટ અટેક અને સ્ટ્રોકના ખતરાથી પણ બચાવે છે.
બિલબેરીના ઉપયોગથી આંખોની ચમક પણ વધે છે. આનાથી આંખોને લગતી મુશ્કેલીઓ જેવી કે મોતિય અને રાત્રે ના દેખાવાની સમસ્યા પણ દૂર થાય છે.