જો સવારે ઉઠતાની સાથે જ ખાટા ઓડકાર આવી રહ્યાં હોય, તો છૂટકારો મેળવવા માટે એક ગ્લાસ હુંફાળા પાણીમાં 1-2 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને ખાલી પેટે પી લો.
ખાટા ઓડકાર આવવા પર હુંફાળા પાણીમાં લીંબુ અને થોડુ કાળુ મીઠું મિક્સ કરીને પી શકો છે. જેથી ખાટા ઓડકારથી જલ્દી રાહત મળશે.
જો દિવસમાં ખાટા ઓડકાર આવી રહ્યાં હોય, તો દહી ખાવ. જેથી પેટને ઠંડક મળશે અને આ તકલીફથી છૂટકારો મળશે. હકીકતમાં દહીમાં લેક્ટિક એસિડ હોય છે, જે પાચનને યોગ્ય કરવામાં મદદ કરે છે.
વરિયાળી પાચન માટે ફાયદેમંદ છે. પેટમાં એસિડ બનવાની પ્રક્રિયાને ઓછી કરવામાં વરિયાળી મદદ કરે છે અને પેટમાં ગેસ નથી બનવા દેતી. વરિયાળી સાથે સાગરનું સેવન કરવાથી પાચન ઠીક રહેશે.
ખાટા ઓડકારને દૂર કરવા માટે કાળા મીઠામાં જીરા પાવડર મિક્સ કરીને હુંફાળા પાણી સાથે પીવો. જેથી તમને જલ્દી રાહત મળશે.
અજમાને થોડો વાટીને પાવડર બનાવી દો અને હુંફાળા પાણી સાથે તેનું સેવન કરો. આ ઉપરાંત સંચળ સાથે પણ અજમો ફાકી શકો છે. જે ખાટા ઓડકારથી રાહત આપશે.
હીંગ પાચનને સુધારવામાં મદદ કરી શકે છે. ખાટા ઓડકાર આવવા પર તેને પાણીમાં મિક્સ કરીને પી જવાથી આરામ મળશે.