ગરમીના કારણે ઘણા લોકોના હાથ અને પગના તળિયામાં બળતરા થવાની તકલીફ થાય છે, જેના પાછળ ઘણા કારણો હોઈ શકે છે. આવો જાણીએ તેનાથી બચવા માટેના ઘરેલું ઉપાયો.
હાથ અને પગની બળતરાથી રાહત મેળવવા માટે ગરમ પાણીમાં એપલ સાઇડર વિનેગર મિક્સ કરો અને તે પાણીમાં હાથ અને પગ બોળી રાખો. તેનાથી રાહત મળશે.
બળતરાથી રાહત મેળવવા માટે પગના તળિયા પર દહીં લગાવો અને માલિશ કરો. તેને થોડીવાર રહેવા દો અને પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
જો તમે હાથ અને પગની બળતરાથી છુટકારો મેળવવા માંગો છો તો ઠંડા પાણીમાં સિંધવ નમક મિક્સ કરીને તમારા હાથ પગને થોડા મસય માટે બોળી રાખો જેનાથી તમને રાહત મળશે.
જો તમે હાથ અને પગની બળતરાથી રાહત મેળવવા માંગતા હોવ તો પાણીમાં બરફ નાખીને તે પાણીમાં હાથ-પગને બોળી રાખો જેનાથી જલ્દી રાહત મળશે.
હળદરના ગુણો હાથ-પગના તળિયામાં થતી બળતરાથી રાહત આપે છે.નાળિયેરના તેલમાં હળદર મિક્સ કરીને પગના તળિયા પર લગાવો અને થોડી વાર રહેવા દો.
બળતરાથી રાહત મેળવવા માટે નાળિયેરના તેલમાં કપૂર મિક્સ કરીને મસાજ કરો. તેનાથી ત્વચાને ઠંડક મળશે અને બળતરાથી છુટકારો મળશે.
ગરમી ઉપરાંત શરીરમાં ઘણા પ્રકારની ઉણપ અને રોગો થવાના કારણે બળતરા થાય છે, જેમ કે વિટામિન-બીની ઉણપ,ડાયાબિટીસની બીમારી,થાઇરોઇડની બીમારી,હાઈ બ્લડ પ્રેશર વગેરે.