તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો હોય છે, જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે.
ગ્રીન ટીમાં પોટેશિયમ, કોપર,આયર્ન,પોલિફીનોલ,વિટામિન-એ,વિટામિન-ઇ,વિટામિન-કે,વિટામિન-બી5 મળી આવે છે.જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ગ્રીન ટી શરીરના મેટાબોલિઝમને વધારે છે અને શરીરમાં જમા થયેલી ચરબીને ઘટાડે છે. વજન ઘટાડવા માટે આ એક ઉત્તમ ઉપાય છે.
હાઈ બ્લડ પ્રેશરની બીમારીથી પીડિત લોકોએ ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ. ગ્રીન ટી હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે.
ગ્રીન ટી સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. આ સાથે હાર્ટ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ગ્રીન ટીનું સેવન ફાયદાકારક છે. તેમાં મળતા પોલિફીનોલ્સ અને પોલિસેકરાઇડ્સ બ્લડ સુગર ઘટાડે છે.
ગ્રીન ટી ત્વચાના રોગો સામે રક્ષણ આપે છે.તેમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ વૃદ્ધત્વ સામે રક્ષણ આપે છે.
એક કપ પાણી ગરમ કરો, પછી તેમાં એક ચમચી ગ્રીન ટી નાખો. તેને થોડીવાર ઢાંકી રાખો, પછી તેનું સેવન કરો.
જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત આવા વધુ સમાચારો ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.