શું તમારા નખ જલ્દી તૂટી જાય છે? આ સિમ્પલ ટિપ્સ ફૉલો કરી તેને મજબૂત બનાવો
By Sanket M Parekh2023-05-05, 16:25 ISTgujaratijagran.com
નખ સાફ રાખો
નખને નબળા પડતા બચાવવા હોય, તો સૌ પ્રથમ તેની સફાઈ પર ધ્યાન આપવું જોઈએ. સપ્તાહમાં એક વખત નખને હાઈડ્રોપેરાક્સાઈડ મિશ્રિત પાણીમાં ડૂબાડીને રાખ્યા બાદ તેને સૂકવીને તેના પર તેલ લગાવવું જોઈએ.
નેઈલ ટ્રિમિંગ કરો
સમયાંતરે નખને કાપતા રહેશો, તો નખમાં ગંદકી જમા નહીં થાય. જેથી નખનો ગ્રોથ પણ સારો થશે. તમારે નખને આકાર આપીને સમયાંતરે કાપવા જોઈએ.
નખને મોઇશ્ચરાઇઝ કરો
નખને મોઇશ્ચરાઇઝ રાખવા જરૂરી છે. આ માટે નારિયેળનું તેલ અથવા જોજૂબા ઑઈલને નખ પર લગાવો, જેથી તમારા નખમાં નમી બની રહેશે.
નખને દાંતથી ના કાપવા જોઈએ
જો તમને દાંતથી નખ કાપવાની આદત હોય, તો તેને છોડી દેવી જોઈએ. જે તમારા અને નખ બન્નેના સ્વાસ્થ્યને બગાડી શકે છે. નખને દાંતથી કાપવાથી નખમાં રહેલી ગંદકી મોંઢામાં જઈ શકે છે.
ડ્રાય નેઈલ્સ
નખ વધારે પલડશે, તો નબળા પડશે અને તેમાં તિરાડ પડી શકે છે. આ સાથે તેમાં બેક્ટેરિયા પણ જમા થશે, જેથી નખને કાયમ કોરા જ રાખો. વાસણ ધોતી વખતે પણ હાથમાં ગ્લોવ્ઝ પહેરીને રાખો.
ટૉપ કોટ
જો તમે ટૉપ કોટનો ઉપયોગ કરશો, તો નખ પલળવાથી તૂટવાનો ડર નહીં રહે. જો મેનિક્યોર કરાવ્યા બાદ તમે ટૉપ કોટ લગાવશો, તો મેનિક્યોરની અસર લાંબા સમય સુધી નખ પર રહેશે.
કરચલી દૂર કરવા કેળાનો આ રીતે કરો ઉપયોગ, Wrinkles ઓછા થવા સાથે ત્વચા નિખરશે