શ્વાસમાંથી દુર્ગંધ આવવી એ જણાવે છે કે તમારા મોઢાનું સ્વાસ્થ્ય સારું નથી. ધૂમ્રપાન, શુષ્કતા, પેઢાના રોગ અને સાઇનસને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. આ સિવાય જો તમે દરરોજ તમારા દાંત અને જીભને સાફ નથી કરતા, અને પાણી ઓછું પીઓ છો તો પણ મોઢામાંથી દુર્ગંધ આવે છે. આ સમસ્યાને નિવારવા કેટલાક ઘરેલું ઉપાય છે જે શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરી શકે છે-
દિવસમાં બે વાર તમારા દાંતને તમારે બ્રશથી સાફ કરવા જોઈએ અને બે મહિનામાં એકવાર ડેન્ટિસ્ટ પાસે દાંત નું ચેક અપ કરાવું જોઈએ.
આદુનો રસ અને મીઠું મિક્સ કરી તેના કોગળા કરી મોં સાફ કરી લો.
લીંબુનો રસ પણ શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે કારગર છે.
વધુ પાણી પીવાથી તમારા મોંમાં રહેલા બેક્ટેરિયા દૂર થઈ જાય છે, જેનાથી શ્વાસની દુર્ગંધ ઓછી થાય છે.
લવિંગ પણ મોઢાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે એક સારો ઘરેલુ ઉપાય છે.
જમ્યા પછી અથવા દિવસમાં એકવાર વાર આદુ અને તુલસીના પાણીથી મોં ધોવાથી પણ શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.
લીમડો, બાવળ અને તુલસીના પાવડરનો ઉપયોગ કરીને પણ મોંમાંથી દુર્ગંધ દૂર કરી શકો છો.