હોળી રંગોનો તહેવાર છે. દુનિયામાં લોકોના જીવનમાં રંગનું ખૂબ જ મહત્ત્વ છે. રંગ વગરનું જીવન નીરસ હોય છે. રંગ જીવનની નીરસતાને દૂર કરવાનું પ્રતિક છે.
લીલો રંગ હરિયાળીનું પ્રતિક છે. પણ હોળીના રંગનો અર્થ શીતળતા, શાંતિ અને સકારાત્મકતા છે. તમે પોતાનાથી મોટાને અબીલ ગુલાલ સાથે લીલો રંગ લગાવી શકો છો.
લાલ રંગ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. પણ હોળાના લાલ રંગને ઉર્જા, જોશનો રંગ કહેવામાં આવે છે. હોળીમાં લાલ રંગનો ઉપયોગ સૌથી વધુ હોય છે.
હોળીમાં પીળો રંગ પણ આકર્ષિત કરે છે. પીળો રંગ સુંદરતા અને આકર્ષણનું પ્રતીક છે. છોકરીઓના ચહેરા પર તેને લગાવી શકાય છે. પીળા રંગ તેમની સુંદરતા વધારે છે.
ખુશી, મિલનસારિતા અને ઉર્જાના પ્રતીક તરીકે નારંગી રંગનો ઉપયોગ કરી શકે છે. જે લોકો તમારી ખૂબ જ નજીક છે તેમની સાથએ મધુર સંબંધ રાખવા તમે નારંગી રંગ લગાવી શકો છો.
લોકો કાળો, સફેદ અથવા ગ્રે જેવા રંગોનો ઉપયોગ કરતાં નથી. હોળીમાં આ રીતના રંગ બજારમાં ઓછા જોવા મળે છે.