રંગોના તહેવાર ધુળેટી પર્વની સુરતમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે. બાળકોથી લઈને વૃદ્ધો પણ ધુળેટીના રંગમાં રંગાઈ ગયા.
ડીજે પાર્ટી, રેઇન ડાન્સ પાર્ટી સહિતનું આયોજન કરાયું હતું. લોકો ભારે ઉત્સાહ સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી હતી
ટાબરિયાઓથી માંડીને મોટેરાઓ સૌકોઇ એકબીજા સાથે લાલ, પીળા, સફેદ સહિતના રંગથી રંગી ધુળેટી મનાવી હતી.
હિન્દુ સમુદાયના દરેક પર્વ પોતાનું આગવું અને અલાયદું મહત્ત્વ છે.
ધુળેટી રમવાનો યુવાનો ઉત્સાહ અનેરો હતો.
મિત્રો એકબીજા પર રંગોનો છંટકાવ કરી પર્વની મજા લઈ રહ્યા હતા.
ધુળેટીની આ ઉજવણી જોઈ તમને પણ રમવાનું મન થઈ જશે
બોલીવુડના ગીતો પર યુવાનો નાચ્યા હતા.