Holi 2023: હોળીમાં દરેક રંગનું હોય છે એક આગવું મહત્વ, જાણો દરેક રંગનું મહત્વ


By Akshat Pandya27, Feb 2023 04:31 PMgujaratijagran.com

રંગોનું મહત્વ

રંગોનું આપણાં જીવનમાં ખૂબ જ મહત્વ છે. હર્ષ અને ખુશી દેનારા આ રંગ જીવનના વિભિન્ન ભાવો સાથે જોડાયેલા હોય છે.

ગુલાલ

આ આધ્યાત્મિકતા અને સૌભાગ્યનો રંગ છે. ગુલાલને ઉગ્રતા, પરાક્રમનો પ્રતીક માનવામાં આવે છે.

પીળો રંગ

આ સૂર્ય તથા અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે. તે ઉર્જા, ઉત્સાહ અને સકારાત્મકનો પ્રતિક છે.

લીલો રંગ

તે હરિયાળી, શીતળતા, તાજગી અને સકારાત્મકતાનો પ્રતીક છે. તે મનને પ્રસન્નતા અને શાંતિ આપે છે.

કેસરી રંગ

કેસરી રંગ શુભતા અને સ્વસ્થ્ય તન-મનનો પ્રતિક છે. તે તપ, સંયમ, વૈરાગ્ય અને બલિદાનનો રંગ છે.

વાદળી રંગ

વાદળી રંગ જીવનમાં કોમળતા અને સ્નેહ સાથે વીરતા અને શાંતિનો પ્રતીક છે.

Holashtak 2023: હોળાષ્ટકમાં કરો આ કામ, થશે ધનલાભ