Holastak 2023: હોળાષ્ટકમાં શુભ કાર્યો વર્જિત પરંતુ કરી શકાય છે આ કાર્યો


By Akshat Pandya27, Feb 2023 04:07 PMgujaratijagran.com

દેવામાંથી મળે છે મુક્તિ

હોળાષ્ટક દરમિયાન શ્રી સુક્ત અને મંગળ ઋણ મોચન સ્તોત્રના પાઠ કરવા જોઈએ જેનાથી આર્થિક સંકટ સમાપ્ત થઈને દેવામાંથી મુક્તિ મળે છે.

ભગવાન નરસિંહ અને હનુમાનજીની પૂજા

બંનેની પૂજાનું પોતાનું મહત્વ છે. આમ કરવાથી જીવનમાં આવતા સંકટ દૂર થાય છે.

શ્રી કૃષ્ણની દિવસ દરમિયાન ઉપાસના

હોળાષ્ટક દરમિયાન શ્રી કૃષ્ણની સમગ્ર દિવસમાં ગમે ત્યારે ઉપાસના કરી શકો છો. બાળ ગોપાલની પૂજા કરીને સંતાન ગોપાલ મંત્રનો જાપ કરવો જોઇએ.

વ્રત-દાન- પુણ્ય કરવું જોઇએ

તમે વ્રત-દાન-પુણ્ય પણ કરી શકો છો. હોળાષ્ટક દરમિયાન કરવામાં આવેલ વ્રત અને દાનથી જીવનના દરેક કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

આ સ્તોત્રથી મળશે વિજય

વિજય પ્રાપ્ત કરવા માટે આદિત્યહૃદય સ્તોત્ર, સુંદરકાંડના પાઠ તેમજ બગલામુખી મંત્રનો જાપ કરવો જોઇએ.

ઘરમાં સુ:ખ-શાંતિનો વાસ

પરિવારની સમૃદ્ધિ માટે રામરક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસા તેમજ વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા જોઈએ. ઘરમાં સુખ-શાંતિનો વાસ રહેશે.

આ ઉપાયથી દૂર થશે ઘરનું વાસ્તુ દોષ